Breaking News :
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ સહિત 2 દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપ્યા ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026' ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત

દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા

November 17, 2026

પૂર્વ દિલ્હીના કસ્તૂરબા નગર વિસ્તારમાં મંગળવારે એક મકાનની છત ધરાશાયી થવાની ઘટનામાં 3 વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે કાટમાળ નીચે અન્ય 6 લોકો ફસાયા હોવાની આશંકા છે. મૃતકોમાં બાળકની સાથે 35 વર્ષીય પિન્ટુ નામના યુવકનો સમાવેશ થાય છે.

દુર્ઘટના સમયે મકાનમાં રહેતા તમામ 8 લોકો ભાડૂઆત તરીકે વસવાટ કરતા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવવાની અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ દુર્ઘટના બાદ સ્થાનિક ભાજપના કાઉન્સિલર પંકજ લુથરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મકાનની છત ધરાશાયી થવા પાછળ ગેરકાયદે બાંધકામ અને દબાણને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જે જગ્યા પર આ મકાન બનાવવામાં આવ્યું હતું, તે જમીન વાસ્તવમાં રેલવેની માલિકીની છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પંકજ લુથરાએ જણાવ્યું હતું કે, આ જમીન ખરેખર રેલવે વિભાગની છે અને છેલ્લા 5 થી 6 દાયકાથી લોકો અહીં દબાણ કરીને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રહ્યા છે.