ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત
November 17, 2026
ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસમાં સર્જાયેલા બે ગોઝારા માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગમાં એક બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં 4 લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર મુસાફરો ભરેલી બસ પુલ પરથી 100 મીટર નીચે પાણીમાં પડતાં 8 લોકોના મોત થયા છે. આ બંને ઘટનાઓમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર સોમવારે એક લગ્ન પ્રસંગમાંથી 10 લોકો બોલેરોમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતા વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમના આદેશથી ડીડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પોલીસે ભારે અંધારા તથા ઊભા ખડકો વચ્ચે પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઘાયલોને સ્ટ્રેચર મારફતે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બીજી તરફ, મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ગૂલર બજાર પાસે વધુ એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં 30થી 35 મુસાફરો ભરેલી એક બસ બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર નીચે સીધી પાણીમાં ખાબકી હતી. આ જીવલેણ દુર્ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિએ એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બસમાં સવાર અન્ય 18 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બસ દુર્ઘટનાની જાણકારી મળતા જ એસડીઆરએફની વ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. કમાન્ડન્ટની સૂચનાથી રાહત કાર્યને વધુ ઝડપી બનાવવા માટે અન્ય વધારાની ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં બંને દુર્ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માતો પાછળના ચોક્કસ કારણો જાણવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Articles
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદ...
Nov 17, 2026
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશા...
Nov 17, 2026
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમ...
Nov 17, 2026
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત:...
Nov 17, 2026
ભાગેડુ લલિત મોદીને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું : કહ્યું મારા માટે આ જ ઘર છે
ભાગેડુ લલિત મોદીને બ્રિટિશ નાગરિકત્વ મળ્...
Nov 16, 2026
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
Trending NEWS
16 November, 2026
14 November, 2026
12 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026