Breaking News :
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સૂઈ ગયેલા માતા-પિતા અને 3 બાળક સહિત 5ના મોત ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’

યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સૂઈ ગયેલા માતા-પિતા અને 3 બાળક સહિત 5ના મોત

October 17, 2026

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હડકંપ મચ્યો છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક સાથે એક જ ઘરના પાંચ સભ્યોના મોતથી સ્થાનિકો પણ આઘાતમાં છે.

પ્રાથમિક માહિતી અનુસાર તમામનું મોત કંઈક ઝેરી અથવા દૂષિત વસ્તુ ખાવાને કારણે થયું હોવાની આશંકા છે. જાણવા મળ્યું છે કે પરિવારે છેલ્લે ચા પીધી હતી અને મેગી ખાધી હતી, જેના પછી તબિયત લથડી હતી અને સૂઈ ગયેલા પાંચેયના શંકાસ્પદ મોત નીપજ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ કિસ્સો ફૂડ પોઇઝનિંગનો માનવામાં આવે છે, પણ ચા-મેગીના કારણે જ મોત થયા કે અન્ય કારણ છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને ગહન તપાસ હાથ ધરી છે. પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.