અમેરિકામાં વાવાઝોડાને કારણે 6,000 ફ્લાઇટ્સ લેટ, 150 રદ
November 27, 2026
ન્યૂયોર્ક : અમેરિકામાં થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન ખરાબ હવામાન અને વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારે આવેલા વાવાઝોડાને કારણે બુધવારે 6,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. સાથે જ લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
વાવાઝોડાને કારણે સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાંથી ઘણા તટીય વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. કેલિફોર્નિયા જેવા રાજ્યો પૂરનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ, મિયામી એરપોર્ટ પર એક કાર્ગો વિમાન રનવેથી આગળ નીકળી ગયું, જેના પગલે થોડા સમય માટે વિમાનોની અવરજવર રોકવી પડી. મિયામી એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ભારે વરસાદ દરમિયાન ઉતરી રહ્યું હતું.
અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર ખરાબ હવામાનને કારણે લાખો લોકોની મુસાફરીને અસર થઈ રહી છે. થેંક્સગિવિંગ અમેરિકાનો મોટો તહેવાર છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે બીજા શહેરોમાં જાય છે. આવી સ્થિતિમાં ફલાઈટમાં વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ચેતવણી આપી છે કે થેંક્સગિવિંગના દિવસે પણ ઉત્તર-પૂર્વી અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ઉડાનો પર અસર પડી શકે છે. એક ટ્રાવેલ વેબસાઇટ અનુસાર, આ દરમિયાન એટલાન્ટા એરપોર્ટ સૌથી વધુ વ્યસ્ત રહેશે.
ખરાબ હવામાનની અસર માત્ર હવાઈ મુસાફરી પર જ નહીં, પરંતુ તહેવારના કાર્યક્રમો પર પણ પડી છે. ન્યૂયોર્કમાં યોજાનારી પ્રસિદ્ધ થેન્ક્સગિવિંગ ડે પરેડને શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરેડનું 100મું વર્ષ છે અને તેના ઇતિહાસમાં પહેલી વાર તેને ટાળવી પડી છે.
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની કહ્યું કે ખરાબ હવામાન અને ભારે પવનોના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પરેડની આયોજક કંપની મેસીઝને કહ્યું કે લોકોની સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે.
ફિલાડેલ્ફિયામાં યોજાનારી થેન્ક્સગિવિંગ પરેડ પણ રદ કરવામાં આવી છે. NBC આજે 2025ની પરેડનું પ્રસારણ કરશે.
Related Articles
અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર
અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ...
Nov 25, 2026
બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર, શેખ હસીનાની વાપસી પહેલા 8 શરતો મૂકાઈ
બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર...
Nov 25, 2026
સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમાં વેચાયું
સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમ...
Nov 24, 2026
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના
2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બ...
Nov 24, 2026
રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા
રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર...
Nov 24, 2026
3 અફેર બાદ Nvidia CEO જેન્સન હુઆંગના નવા સંબંધોનો ખુલાસો!
3 અફેર બાદ Nvidia CEO જેન્સન હુઆંગના નવા...
Nov 24, 2026
Trending NEWS
25 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026