ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
October 14, 2026
ICCની તાજેતરની T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણીમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને તેનો મોટો ફાયદો થયો છે. અય્યર ત્રણ સ્થાનની છલાંગ લગાવીને બેટરની રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચી ગયા છે. આ તેમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. બીજી તરફ, ઈશાન કિશન T20 ઇન્ટરનેશનલમાં વિશ્વના નંબર-1 બેટર તરીકે યથાવત્ છે, જ્યારે અભિષેક શર્મા બીજા ક્રમે છે.
લખનઉમાં શ્રેણીની પ્રથમ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. T20 ઇન્ટરનેશનલ કારકિર્દીની આ તેમની પ્રથમ સદી હતી. આ પ્રદર્શનના આધારે તેઓ રેન્કિંગમાં ત્રણ સ્થાન આગળ વધ્યા છે. હવે વિશ્વના ટોચના ચાર T20 બેટરમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કેપ્ટન સાહિબઝાદા ફરહાન શ્રીલંકા સામેના પ્રદર્શનના આધારે ત્રીજા ક્રમે છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસ ત્રણ સ્થાન આગળ વધીને 23મા ક્રમે પહોંચ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના શેરફેન રધરફોર્ડ 13 સ્થાનની છલાંગ સાથે સંયુક્ત રીતે 24મા ક્રમે છે. ભારતના સંજુ સેમસન ચાર સ્થાન આગળ વધીને સંયુક્ત રીતે 27મા ક્રમે પહોંચ્યા છે. પાકિસ્તાનના યુવા ખેલાડી મજ સદાકતે પણ શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં સારા પ્રદર્શનના આધારે મોટી પ્રગતિ કરી છે. તેઓ ટોચના 100ની બહારથી સીધા 45મા ક્રમે પહોંચ્યા છે.
T20 ઇન્ટરનેશનલ બોલરોની રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડીઝના રોસ્ટન ચેઝે 24 સ્થાનની છલાંગ લગાવીને 23મું સ્થાન મેળવ્યું છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ તેઓ બે સ્થાન આગળ વધીને ત્રીજા ક્રમે પહોંચ્યા છે. પાકિસ્તાનના સલમાન મિર્ઝા નવ સ્થાન આગળ વધીને બોલરોમાં 14મા ક્રમે, જ્યારે સૈમ અયૂબ આઠ સ્થાનની પ્રગતિ સાથે 54મા ક્રમે પહોંચ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ડરબનના કિંગ્સમીડ મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 214 રનથી જીત મેળવી હતી. આ મેચ બાદ ટેસ્ટ રેન્કિંગમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના મેથ્યુ રેનશોએ પ્રથમ દાવમાં 190 અને બીજા દાવમાં 82 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તેઓ ટેસ્ટ બેટરોની રેન્કિંગમાં સંયુક્ત રીતે 49મા ક્રમે પહોંચ્યા છે. માર્નસ લાબુશેન ચાર સ્થાન આગળ વધીને 34મા ક્રમે, જ્યારે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમ સંયુક્ત રીતે 10મા ક્રમે પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે અંતિમ દિવસે 49 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ તેઓ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને સાતમા ક્રમે પહોંચ્યા છે. મિચેલ સ્ટાર્ક પ્રથમ ક્રમે યથાવત્ છે, પરંતુ ન્યૂઝીલેન્ડના મેટ હેનરી સામે તેમની સરસાઈ ઘટીને માત્ર ચાર રેટિંગ પોઇન્ટ રહી છે.
ભારતના રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના વિયાન મુલ્ડર એક સ્થાન આગળ વધીને ચોથા ક્રમે પહોંચ્યા છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે અબુ ધાબીમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ ડ્રોમાં પૂરી થયા બાદ પણ રેન્કિંગમાં ફેરફાર થયો છે. અફઘાનિસ્તાનના રહમત શાહ 13 સ્થાન આગળ વધીને ટેસ્ટ બેટરોમાં 13મા ક્રમે પહોંચ્યા છે. બાંગ્લાદેશના લિટન દાસ સંયુક્ત રીતે 29મા ક્રમે છે. બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદ, જેમણે મેચમાં હેટ્રિક અને પાંચ વિકેટ ઝડપી હતી, તેઓ બોલરોની રેન્કિંગમાં 38મા ક્રમે પહોંચ્યા છે.
Related Articles
દોહામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું તોફાન: 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી ફટકારી ભારતને જીત અપાવી
દોહામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું તોફા...
Nov 25, 2026
ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં બીજો 'ચમત્કાર', ડેબ્યૂ મેચમાં જ સદી અને 5 વિકેટો ઝડપી અફઘાની ઓલરાઉન્ડરે
ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં બીજ...
Nov 18, 2026
એક યુગનો અંત! MS ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ
એક યુગનો અંત! MS ધોનીએ IPLમાંથી લીધી નિવ...
Nov 17, 2026
આખી ઓસ્ટ્રેલિયન ટીમે બોલ ટેમ્પરિંગ કર્યું હતું...', ઉસ્માન ખ્વાઝાનો ધડાકો
આખી ઓસ્ટ્રેલિયન ટીમે બોલ ટેમ્પરિંગ કર્યુ...
Nov 08, 2026
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝીલેન્ડ સામે 4 રને જીત, પાંચ વનડે મેચની શ્રેણીમાં 2-0થી આગળ
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝ...
Nov 07, 2026
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડોએ જાહેર કરી નિવૃત્તિ, ફૂટબોલના મહાન યુગનો અંત
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડો...
Nov 06, 2026
Trending NEWS
25 November, 2026
25 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026