શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
October 13, 2026
મંગળવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બપોર પછીના કારોબારમાં બીએસઈ (BSE) સેન્સેક્સ અને એનએસઈ (NSE) નિફ્ટી 1%થી પણ વધુ ઉછળ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અંગે આપેલા નિવેદન, IT ક્ષેત્રના શેરોમાં આવેલી તેજી અને ડોલર સામે રૂપિયાની મજબૂતીને કારણે રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો હતો.
દિવસના અંતે સેન્સેક્સ 1,109 પોઈન્ટ (1.54%)ના ઉછાળા સાથે 73,033.78 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 પણ 359 પોઈન્ટ (1.60%) વધીને 22,721.95ની સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં આવેલી આ શાનદાર તેજીને કારણે લિસ્ટેડ કંપનીઓની કુલ સંપત્તિમાં રૂ. 4.12 લાખ કરોડથી વધુનો મોટો વધારો થયો હતો, જેનાથી રોકાણકારોની એકંદરે સંપત્તિ વધીને રૂ. 470 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના રોકાણકારો સાથે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બજેટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોવાથી તેમણે ટેક્સમાં કોઈ ફેરફાર અંગે સ્પષ્ટ વચન આપવાનું ટાળ્યું હતું, પરંતુ આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન હોવાના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં પણ શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
શેરબજારમાં આવેલી આ શાનદાર તેજીમાં IT ક્ષેત્રની કંપનીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજા ત્રિમાસિક ગાળાના સારા પરિણામો બાદ HCL ટેકના શેરમાં 5%થી વધુનો ઉછાળો આવ્યો હતો, જ્યારે TCSનો શેર પણ 5% જેટલો વધ્યો હતો. આ ઉપરાંત Tech Mahindra અને Infosysના શેરમાં પણ 3-3%નો વધારો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા શેરોમાં કડાકો બોલવાને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ભારતીય IT કંપનીઓ તરફ ફરી વળ્યું છે, જેનો સીધો ફાયદો આ શેરોને મળ્યો છે.
Related Articles
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026