RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
October 07, 2026
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દીધો છે. ઊંચા ફુગાવા, રૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળાને ધ્યાનમાં રાખી લગભગ સાડા ત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજ દરમાં પહેલી જ વખત વધારો જોવા મળ્યો છે. આરબીઆઈના રેપો રેટમાં 0.25% ના વધારા સાથે નવો રેપો રેટ 5.25% થી વધીને 5.50% પર પહોંચી ગયો છે. તેની સીધી અસર તમારા હોમ લોનની ઈએમઆઈ અને એફડીના રિટર્ન પર થવાની છે. તમારા ઈએમઆઈ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો હતો.
આ સાથે SDF રેટ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) પણ 5.25% પર પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) પણ વધીને 5.75% પર પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી 100 ડોલર નજીક પહોંચી ગયા છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25 ટકા વધારી 6.50 ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે.
આરબીઆઈના આ નિર્ણય સાથે હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈ વધી શકે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના સંબોધનમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ગ્લોબલ સ્તરે મોંઘવારી વધવા, એનર્જીની કિંમતો મોંઘી થવા અને ખાણી-પીણી વસ્તુઓના ભાવ પણ વધવા સામે ચિંતા વ્યક્ત કરી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજદરો (રેપો રેટ) માં વધારો કરવાની સાથે નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે મોંઘવારી દરના અંદાજમાં પણ વધારો કર્યો છે. રિઝર્વ બેંકે કોર ફુગાવાનો અંદાજ અગાઉના 4.3% થી વધારીને 4.4% કર્યો છે. આ સિવાય કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારીનો અંદાજ પણ 5% થી વધારીને 5.2% કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વધારા પાછળ રબી સિઝન પર નબળા ચોમાસા અને 'અલ નીનો' ના ખરાબ પ્રભાવને જવાબદાર ગણાવ્યો છે.
ફુગાવાના દરમાં વધારાની સાથે જ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના વિકાસ દર અંગે પણ પ્રોત્સાહક અંદાજો જાહેર કર્યા છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.7% થી વધારીને 7.1% કરી દીધો છે.
Related Articles
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026