Breaking News :
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી

સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી

October 27, 2026

સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરીને E100 સુધીના એટલે કે લગભગ શુદ્ધ એથનોલ પર ચાલી શકતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે E20થી વધુ અને E100 સુધીના ઈંધણનો ઉપયોગ માત્ર તે માટે જ ખાસ તૈયાર અને પ્રમાણિત કરવામાં આવેલાં વાહનોમાં જ થઈ શકશે. બીજી તરફ, 27 એપ્રિલે પ્રસિદ્ધ કરાયેલા નિયમોના મુસદ્દા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં મંત્રાલયે જાહેર જનતા તરફથી મળેલાં વાંધાઓ અને સૂચનોની સમીક્ષા કર્યા પછી આ અંતિમ જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુમાં, આ નિયમોના ફેરફારોથી પ્રભાવિત થતાં હળવા પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે સરકારે વજનની મર્યાદા વધારીને 3500 કિલો કરી દીધી છે. રે 23 ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલું અને 26 ઓક્ટોબરે અધિકૃત રાજપત્રમાં પ્રકાશિત થયેલું આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવે છે.