વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
September 21, 2026
ભારતીય વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. MCX પર કીમતી ધાતુઓની શરૂઆત નબળા સ્તરે થઈ છે અને બંને ધાતુઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, MCX પર સોનાનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹1,54,381 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ (Open) ₹1,53,500 ના સ્તરે ખુલ્યો છે. સોનામાં આજે ઘટાડો નોંધાતા તે નીચામાં ₹1,53,050 સુધી ગયો હતો અને ઊંચામાં ₹1,54,059 સુધી પહોંચ્યો હતો. હાલ સોનાનો ભાવ ₹1,53,555 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજની વધઘટની વાત કરીએ તો બજાર ખુલતા જ સોનું 1331 રૂપિયા સસ્તુ થયું હતું.
સોનાની સાથેસાથે ચાંદીના વાયદા બજારમાં પણ ભારે નરમાઈ જોવા મળી છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹2,41,603 હતો, જે ઘટીને નવા ઓપન ભાવ (Open) ₹2,40,004 ના સ્તરે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન ચાંદી નીચામાં ₹2,39,893 અને ઊંચામાં ₹2,41,122 સુધી ગઈ હતી. હાલ ચાંદી ₹2,39,962 ના સ્તરે કારોબાર કરી રહી છે. ચાંદી આજે કુલ પ્રતિ કિલોએ 1710 રૂપિયા સસ્તી થઇ હતી.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026