હવે સેન્સર બોર્ડની સુરક્ષામાં મોટું ગાબડું, 500થી વધુ ફિલ્મોના ડેટા લીક
October 25, 2026
દિલ્હી ઃ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેની વાર્તા અને માહિતી ગુપ્ત રાખવા માટે ફિલ્મ નિર્માતાઓ ખૂબ જ તકેદારી રાખતા હોય છે, કેમ કે જો કોઈપણ કારણસર ફિલ્મની વિગતો કે આખેઆખી ફિલ્મની પ્રિન્ટ ઈન્ટરનેટ પર લીક થઈ જાય તો નિર્માતાને કરોડોની ખોટ જાય. 25 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય ફિલ્મ ઉદ્યોગને લગતો એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો ડેટા લીક સામે આવ્યો છે, જેણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
CBFC ના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ 'ઈ-સિનેપ્રમાણ' પરથી 500 થી વધુ ફિલ્મોના અત્યંત ગુપ્ત દસ્તાવેજો લીક થઈ ગયા છે. આ એ જ પોર્ટલ છે જેના દ્વારા દેશભરની ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. અહેવાલો મુજબ, આ પોર્ટલની સુરક્ષા તોડીને કોઈએ આ દસ્તાવેજો ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા અને તેને 'ઈન્ટરનેટ આર્કાઈવ' પર ડાઉનલોડ કરવા માટે મૂકી દીધા હતા. આ લીક ટેકનિકલ ખામીને કારણે થયો છે કે પછી કોઈ મોટા સાયબર હુમલાનો ભાગ છે, તે તપાસનો વિષય છે.
ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટે આ પ્રકારના વ્યવસાયિક કરારો અત્યંત ગુપ્ત હોય છે. જો આવી માહિતી જાહેર થઈ જાય, તો ભવિષ્યના બિઝનેસ ડીલ, ટ્રેડ વાટાઘાટો અને બોક્સ ઓફિસની વ્યૂહરચના પર નકારાત્મક અસર પડી શકે છે.
Related Articles
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર ખાન રાજ ઠાકરેને મળવા પહોંચ્યો
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર...
Oct 19, 2026
ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્પદની અટકાયત: 3 રાજસ્થાન અને 1 ગુજરાત બોર્ડરથી પકડાયો!
ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્...
Oct 19, 2026
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો કારની સાઈડમાં તેમજ સામેથી ગોળીબાર કરી થયા ફરાર
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો...
Oct 19, 2026
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કરશે SRHની માલિક કાવ્યા મારન, CM એ કરી પુષ્ટી
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કર...
Oct 17, 2026
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026