રણબીર કપૂરની ‘રામાયણ’ના 4000 કરોડના બજેટની અફવા બકવાસ, પહેલો ભાગ 800 કરોડમાં બન્યો: રામ ગોપાલ વર્મા
November 18, 2026
બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણબીર કપૂર સ્ટારર અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત ‘રામાયણ’ ફિલ્મના 4000 કરોડના જંગી બજેટની અટકળોને ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ બકવાસ ગણાવી છે. વર્માએ દાવો કર્યો છે કે આ બે ભાગમાં બની રહેલી ફિલ્મના પહેલા ભાગનો વાસ્તવિક ખર્ચ 800 કરોડ રૂપિયાથી પણ ઓછો છે.
બંને ભાગના બજેટ અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે રામ ગોપાલ વર્માએ સ્પષ્ટ કર્યું હતું કે મ્યુચ્યુઅલ ડીલ્સ, ગ્લોબલ ટેક્સ બેનિફિટ્સ અને સબસિડી જેવા ફાયદાઓને કારણે ફિલ્મનો કુલ ખર્ચ હજુ પણ ઘટી જાય છે. તેમનું કહેવું છે કે કોઈપણ અનુભવી ફિલ્મમેકર ફિલ્મ જોઈને જ સમજી શકે છે કે તેનો ખર્ચ આનાથી વધુ હોઈ જ ન શકે, કારણ કે દૃશ્યો પ્રમાણે શૂટિંગના ખર્ચમાં મોટો તફાવત આવતો હોય છે.
વધુમાં, બંને ભાગનો ખર્ચ એકસરખો હોવાની વાતને વર્માએ મૂર્ખતાભરી ગણાવી છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે કોઈ ફિલ્મમાં ઇન્ટરવલ પહેલાં અને પછીનો ખર્ચ સમાન હોતો નથી. કેટલીક ફિલ્મોમાં કુલ બજેટના 50 ટકા રૂપિયા માત્ર ક્લાઈમેક્સ પાછળ જ ખર્ચાઈ જતા હોય છે.
બીજી તરફ, રામ ગોપાલ વર્માએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે 'રામાયણ'નો પહેલો ભાગ એટલી કમાણી કરી લેશે કે તેમાંથી બંને ફિલ્મોનો ખર્ચ આસાનીથી વસૂલ થઈ જશે. જ્યારે બીજા ભાગમાં મોટા પાયે એક્શન દૃશ્યો હોવાથી તે પહેલા ભાગની સરખામણીમાં 10 ગણો વધુ બિઝનેસ કરી શકે છે.
Related Articles
હવે સેન્સર બોર્ડની સુરક્ષામાં મોટું ગાબડું, 500થી વધુ ફિલ્મોના ડેટા લીક
હવે સેન્સર બોર્ડની સુરક્ષામાં મોટું ગાબડ...
Oct 25, 2026
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર ખાન રાજ ઠાકરેને મળવા પહોંચ્યો
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર...
Oct 19, 2026
ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્પદની અટકાયત: 3 રાજસ્થાન અને 1 ગુજરાત બોર્ડરથી પકડાયો!
ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્...
Oct 19, 2026
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો કારની સાઈડમાં તેમજ સામેથી ગોળીબાર કરી થયા ફરાર
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો...
Oct 19, 2026
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કરશે SRHની માલિક કાવ્યા મારન, CM એ કરી પુષ્ટી
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કર...
Oct 17, 2026
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026