નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
October 25, 2026
દિલહી ઃ ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવા અથવા જરૂરી વિગતો છુપાવવાના કિસ્સામાં હવે સામાન્ય નાગરિક પણ ફોજદારી ફરિયાદ નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A હેઠળ ઉમેદવારના ખોટા સોગંદનામા સામે ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે માન્ય છે. આવી ફરિયાદ માટે ચૂંટણી પંચની મંજૂરી કે તેની ફરિયાદ હોવી જરૂરી નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ ચુકાદો આપતાં કર્ણાટક હાઇકોર્ટનો અગાઉનો નિર્ણય રદ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે મતદાર ઉમેદવાર સામે ચૂંટણી અરજી દાખલ કરી શકે છે, પરંતુ ખાનગી વ્યક્તિ તરીકે ફોજદારી ફરિયાદ નોંધાવી શકે નહીં. આવી કાર્યવાહી કરવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અભિગમને ખોટો ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A હેઠળ ઉમેદવાર દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરવા સંબંધિત ગુનામાં ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે પણ અદાલત કાર્યવાહી કરી શકે છે. તેના માટે ચૂંટણી પંચની મંજૂરી લેવાની જરૂર નથી. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ઉમેદવારે જરૂરી વિગતો આપવાની હોય છે. જો ઉમેદવાર આ વિગતો છુપાવે અથવા ખોટી માહિતી આપે તો કલમ 125A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ગુના માટે વધુમાં વધુ છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે.
આ કેસમાં મુખ્ય કાનૂની સવાલ ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC)ની કલમ 195(1) અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A વચ્ચેના સંબંધનો હતો. CrPCની કલમ 195 હેઠળ ચોક્કસ ગુનાઓમાં સક્ષમ સરકારી અધિકારી અથવા સંબંધિત સત્તાધિકારીની ફરિયાદ વિના અદાલત કાર્યવાહી કરી શકતી નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125Aને CrPCની કલમ 195 હેઠળ પ્રતિબંધિત ગુનાઓની યાદીમાં સામેલ કરવામાં આવી નથી. કલમ 125A વર્ષ 2002માં ઉમેરવામાં આવી હતી, જ્યારે CrPCની કલમ 195માં વર્ષ 2006માં સુધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં, કલમ 125Aને આ પ્રતિબંધમાં સામેલ કરવામાં આવી નહોતી. બેન્ચના મતે, જો ધારાસભ્ય સંસ્થાનો ઇરાદો માત્ર સરકારી અધિકારીઓને જ આવી ફરિયાદ કરવાની મંજૂરી આપવાનો હોત, તો કલમ 195માં સ્પષ્ટ સુધારો કરી શકાયો હોત.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈકચાલકને ઉડાવ્યો, આધેડનું ઘટનાસ્થળે જ મોત
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈક...
Oct 25, 2026
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મો...
Oct 24, 2026
યુપીમાં વોટર લિસ્ટમાં છબરડા, પિતાનું નામ 'B.Com', રામહિત યાદવનું ભાષાંતર 'રામે યાદવને માર્યા
યુપીમાં વોટર લિસ્ટમાં છબરડા, પિતાનું નામ...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026