જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા

October 12, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા ધરણાં કરવાના સ્થળોની યાદીમાંથી જંતર મંતરને બહાર કરી દીધું છે એટલે કે હવે જંતર મંતર ખાતે ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય. હવે દિલ્હીમાં ત્રણ સ્થળોએ જ ધરણાં કરી શકાશે જેમાં એક રામલીલા મેદા, બીજું બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ સ્થળને જ ધરણાં સ્થળોની યાદીમાં ફાઈનલ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે સીજેપી દ્વારા પણ ફરી એકવાર જંતર મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી માગવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસને આ મામલે નિર્ણય લેવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. જોકે ગૃહ મંત્રાલય તરફથી આ પ્રકારની નોટિફિકેશન જાહેર કરી દેવાતા હવે સીજેપીના દેખાવોના પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.