નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
December 21, 2024
આજે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 મપાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 3.59 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં જમીનની નીચે 10 કિમીની ઊંડાઇએ હતું. માહિતી અનુસાર ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે નવેમ્બર (2023)માં અહીં 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. 150 થી વધુ લોકોના મોત થયા હતા. પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. ઘણા મકાનો ધરાશાયી થયા હતા જ્યારે ઘણા મકાનોમાં તિરાડો પડી હતી.
Related Articles
પાકિસ્તાનમાં આતંકી હુમલો, આત્મઘાતી વિસ્ફોટમાં 17 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં આતંકી હુમલો, આત્મઘાતી વિસ્ફ...
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હાથે મારામારી, તોડફોડ મચાવી દીધી
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હા...
Dec 21, 2024
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચોકીને બનાવી કર્યો આત્મઘાતી વિસ્ફોટ, 17 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચ...
Dec 21, 2024
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું, અરાજકતા ફેલાઈ
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ...
Dec 21, 2024
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં ઘૂસી જતાં 2ના મોત, 60થી વધુ ઘાયલ, સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં...
Dec 21, 2024
Trending NEWS
3 માસૂમ બાળકો સાથે માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો સામૂહ...
21 December, 2024
દિલ્હીની ચૂંટણી પહેલા જ કેજરીવાલને ઝટકો: LGએ EDને...
21 December, 2024
મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મોદી કુવૈત...
21 December, 2024
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગ...
21 December, 2024
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં ઘૂસી જતાં...
21 December, 2024
નેપાળમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, ધરતી ધણધણી
21 December, 2024
સુરતમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્યવાહી, 100...
21 December, 2024
મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ : પતિ-પત્...
21 December, 2024
જયપુર અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 14ના મોત, 6 મૃતદ...
21 December, 2024
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 11 કરોડથી વધુ કિમતનો...
21 December, 2024
Dec 21, 2024