તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હાથે મારામારી, તોડફોડ મચાવી દીધી

December 21, 2024

તાઈવાનની સંસદમાં શુક્રવારે છૂટા હાથની મારામારી થઈ હતી. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના સાંસદોએ સ્પીકરની ખુરશી પર કબજો કરવાની કોશિશ કરી હતી. રિપોર્ટ મુજબ, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સાંસદોએ ગુરુવારે રાત્રે સંસદમાં હુમલો કર્યો હતો. તેમણે સંસદની બારીઓ તોડી નાખી હતી. નેશનલિસ્ટ પાર્ટી દ્વારા ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષે ત્રણેય બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષના જણાવ્યા અનુસાર, સરકાર બંધારણને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે. જો આ ત્રણ બિલ પસાર થઈ જશે તો દેશની કોર્ટ લકવાગ્રસ્ત થઈ જશે. કોર્ટ સરકાર વિરૂદ્ધ નિર્ણય લઈ શકશે નહીં અને રાજ્યો પાસેથી મેળવેલા ટેક્સનો મોટો ભાગ કેન્દ્રના કબજામાં જશે.