હેલિફેક્સમાં દક્ષિણ કોરિયા જેવી જ વિમાન દુર્ઘટના, લેન્ડિંગ સમયે જ આગ લાગી
December 29, 2024

હેલિફેક્સ : દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટનાના થોડા સમય બાદ કેનેડામાં આ પ્રકારની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે. એર કેનેડાનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર રનવે પરથી ઉતરી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું હતું. જો કે માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમચાર નથી. થોડો સમય પહેલા જ દક્ષિણ કોરિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન એરપોર્ટની વાડ સાથે અથડાયું હતું જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા.
હાલમાં જ કેનેડામાં થયેલી આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે, વિમાનની પાંખ રનવે પર ઘસાઈ રહી છે અને તેમાંથી તણખા ઉડી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિમાન પાલ એરલાઈન્સનું છે.
એર કેનેડાની ફ્લાઈટ AC 2259 સેન્ટ જોન્સ અને હેલિફેક્સ વચ્ચે ઉડાન ભરી રહી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી. અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેનની અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. આમાં મુસાફરો ગભરાયેલા જોવા મળી રહ્યા છે.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025