ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 504 પોઇન્ટ ઉછળ્યો

January 28, 2026

28 જાન્યુઆરી વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા અને બેંકિંગ શેરોમાં સતત તેજીથી બજારને ટેકો મળ્યો છે. ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની જાહેરાતથી પણ બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી હતી. 30  શેરો ધરાવતો BSE સેન્સેક્સ 81892  પર થોડો ઊંચો ખુલ્યો. તેણે તરત જ ગતિ પકડી હતી. સવારે 9.30 કલાકે 504.34 પોઇન્ટના વધારા સાથે  82,361.82 અંકે ખૂલ્યો. 

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50  25,334.10 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે ૯:૨૪ વાગ્યે, તે +158.70  પોઈન્ટ અથવા 0.63  ટકા વધીને 25,334 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારના ઉછાળા વચ્ચે સૌથી ઝડપથી વિકસતા શેરોની વાત કરીએ તો, એક્સિસ બેંક શેર (3.10%), રિલાયન્સ શેર (1.70%) અને ITC શેર (1.50%), જે બધા લાર્જ-કેપ કેટેગરીમાં છે, BSE સેન્સેક્સના ટોચના 10 હીરો શેરોની યાદીમાં આગળ રહ્યા.