ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ
January 31, 2026
સોનાના બજારમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા 24 કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.
તાજા અહેવાલો મુજબ, સોનાના બજારમાં છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે $6.3 ટ્રિલિયન (₹525 લાખ કરોડથી વધુ) ગુમાવ્યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી (GDP) સાથે પણ થઈ શકે તેમ નથી.
પ્રતિ કલાકનું નુકસાન અકલ્પનીય
જો આ નુકસાનની ગણતરી સમય મુજબ કરવામાં આવે તો આ આંકડા વધુ ભયાનક લાગે છે. છેલ્લા 24 કલાકમાં સતત:
દર કલાકે: 263 બિલિયન ડૉલરનું નુકસાન
દર મિનિટે: અંદાજે 4.38 બિલિયન ડૉલરનું નુકસાન
આ પ્રકારનો 'ડ્રો-ડાઉન' (Drawdown) સોનાના હજારો વર્ષના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. ગત અઠવાડિયે સોનામાં જે વોલેટિલિટી જોવા મળી હતી, આજના કડાકાએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
નિષ્ણાતોના મતે, આ માત્ર એક સામાન્ય ઘટાડો નથી પણ 'હિસ્ટોરિક ટ્રેડિંગ કન્ડિશન' છે. મોટા સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.
Related Articles
રશિયાની યુવતીઓ,ગુપ્ત રોગ અને પત્ની માટે માંગી દવાઓ...: એપસ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું 'ડાર્ક સિક્રેટ'!
રશિયાની યુવતીઓ,ગુપ્ત રોગ અને પત્ની માટે...
Jan 31, 2026
ઈલોન મસ્ક અને એપ્સ્ટિનની સીક્રેટ ચેટ લીક: 'વાઇલ્ડ પાર્ટી' માં જવા માટે મસ્ક હતા આતુર
ઈલોન મસ્ક અને એપ્સ્ટિનની સીક્રેટ ચેટ લીક...
Jan 31, 2026
અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ! ઘણા રાજ્યોમાં કામકાજ ઠપ, સેનેટમાં બિલ અટકતાં ટ્રમ્પ ફસાયા
અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ! ઘણા રાજ્યોમ...
Jan 31, 2026
સાઉદી અરબની 'ડબલ ગેમ': ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
સાઉદી અરબની 'ડબલ ગેમ': ઈરાન સાથે દોસ્તીન...
Jan 31, 2026
અમેરિકામાં ફ્રોડનો કેસ: ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા તૈયાર
અમેરિકામાં ફ્રોડનો કેસ: ગૌતમ અદાણી અને ભ...
Jan 31, 2026
ઈઝરાયલ અને જમાઈ કુશનરના ઈશારે કામ કરે છે ટ્રમ્પ? એપસ્ટિન ફાઈલ્સમાં નવો ધડાકો
ઈઝરાયલ અને જમાઈ કુશનરના ઈશારે કામ કરે છે...
Jan 31, 2026
Trending NEWS
31 January, 2026
31 January, 2026
31 January, 2026
31 January, 2026
31 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026