પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
October 24, 2026
દિલ્હી- વિશ્વભરમાં હવે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. આ દરમિયાન એક અહેવાલે દિલ્હીવાસીઓની ઊંઘ ઊડાડી દીધી છે. પ્રદૂષણ મામલે દિલ્હી હવે ટોપ-3 દેશોમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે લાહોરે પ્રદૂષણમાં દિલ્હીને પાછળ છોડી દીધું છે અને તે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. પાકિસ્તાનનું લાહોર શહેર શુક્રવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 344 પર પહોંચી જતાં વૈશ્વિક રેન્કિંગમાં મોખરે આવ્યું છે. સ્વિસ વેબસાઇટ IGAir ના આંકડા મુજબ લાહોરની હવામાં PM 2.5 ની માત્રા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની ગાઇડલાઇન કરતાં 57 ગણી વધુ નોંધાઈ છે, જે કેન્સરકારક અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
આ લિસ્ટમાં ભારતની રાજધાની દિલ્હી બીજા ક્રમે છે. શુક્રવારે સવારે દિલ્હીનો AQI 244 નોંધાયો હતો જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક શ્રેણીમાં આવે છે, જો કે બપોર સુધીમાં તે ઘટીને 183 પર પહોંચ્યો હતો. આ ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ નાગરિકોને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે માસ્ક પહેરવાની કડક સલાહ આપી છે. ટોપ 3 માં ભારતના બે રાજ્યો હોવાથી એક રીતે ચિંતા વધી ગઇ છે.
પ્રદૂષિત શહેરોની આ યાદીમાં કોલકાતા ત્રીજા સ્થાને અને મુંબઈ છઠ્ઠા સ્થાને નોંધાયા છે. બપોરના આંકડાઓ પ્રમાણે કોલકાતાનો AQI 173 જ્યારે મુંબઈનો AQI 162 રહ્યો હતો. આ ઉપરાંત સેનેગલનું ડકાર ચોથા અને મલેશિયાનું કુઆલાલંપુર પાંચમા સ્થાન પર જોવા મળ્યા હતા, જ્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા દસમા ક્રમે રહી હતી.
Related Articles
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભા...
Oct 22, 2026
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ...
Oct 21, 2026
ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ
ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સ...
Oct 21, 2026
પેરિસમાં જીવન ખર્ચ અને શાળામાં ખરાબ હાલતોને લીધે રમખાણો-લૂંટફાટ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાદ્યો, 2500થી વધુ લોકોની ધરપકડ
પેરિસમાં જીવન ખર્ચ અને શાળામાં ખરાબ હાલત...
Oct 21, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026