યુપીમાં વોટર લિસ્ટમાં છબરડા, પિતાનું નામ 'B.Com', રામહિત યાદવનું ભાષાંતર 'રામે યાદવને માર્યા
October 24, 2026
નિર્વાચન અધિકારીના કાર્યાલયે સ્પષ્ટતા આપતાં તેને સોફ્ટવેરની ટેકનિકલ ભૂલ અને માનવીય ક્ષતિ ગણાવી
લખનઉ ઃ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ ચૂંટણીની મતદાર યાદીમાં ગંભીર ભૂલો અને અજીબોગરીબ એન્ટ્રીઓ સામે આવ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. મતદાર યાદીમાં ક્યાંક મતદારનું નામ 'રામે યાદવને માર્યો' તો ક્યાંક પિતાના નામ વાળા ખાનામાં 'B.Com' અને 'મોહમ્મદ ઇકબાલ ભીખ માંગે છે' લખેલું મળ્યું હતું. આ ગરબડને લઈને વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલયે સ્પષ્ટતા આપતાં તેને સોફ્ટવેરની ટેકનિકલ ભૂલ અને માનવીય ક્ષતિ ગણાવી છે.
આ વિસંગતતાઓ અલ્હાબાદ-ઝાંસી મતક્ષેત્રની મતદાર યાદીમાં સામે આવી હોવાનું કહેવાય છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકો માટે મતદાન વચ્ચે આ યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ઉત્તર પ્રદેશના CEO કાર્યાલયના જણાવ્યા મુજબ, વિધાન પરિષદ ચૂંટણીમાં પહેલીવાર ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી હતી. કુલ 14,81,310 એન્ટ્રીઓમાંથી 158 એન્ટ્રીઓમાં આવી અજીબોગરીબ ભૂલો મળી આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે, જો અંગ્રેજીમાં રામહિત યાદવ ('Ramhit Yadav') લખવાને બદલે ભૂલથી સ્પેસ આપીને રામ હિત યાદવ ( 'Ram hit Yadav' ) ટાઇપ કરી દેવામાં આવે, તો સોફ્ટવેરે તેનું ટ્રાન્સલેશન કરીને 'રામે યાદવને માર્યો' કરી નાખ્યું હતું. પિતાના નામમાં 'B.Com' આવવું એ માનવીય ભૂલ છે.
ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગરબડી કરવાનો આરોપ લગાવ્યો અને મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી. તેમણે સોફ્ટવેરનો સોર્સ કોડ જાહેર કરવાની પણ માંગ કરી છે.
Related Articles
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મો...
Oct 24, 2026
સિવાનમાં મકાનમાં રખાયેલા ફટાકડાઓમાં ભીષણ વિસ્ફોટ, ચાર લોકોના મોત
સિવાનમાં મકાનમાં રખાયેલા ફટાકડાઓમાં ભીષણ...
Oct 24, 2026
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026