વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
October 25, 2026
વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે પેસિફિક ક્ષેત્રથી લઈને એશિયા સુધી ધરા ધ્રૂજી ઊઠી હતી. જાપાન અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા વાનુઅતુ ટાપુ પર 6.0 થી વધુની તીવ્રતાના શક્તિશાળી આંચકા આવ્યા હતા, જ્યારે ભારત, ચીન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ અનુસાર ક્યાંયથી મોટા નુકસાન કે જાનહાનિના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી.
જાપાન: રવિવારે વહેલી સવારે જાપાનના બોનિન દ્વીપ વિસ્તારમાં 6.5 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેનાથી આસપાસના દરિયાઈ વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી. વાનુઅતુ: રવિવારે સવારે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા વાનુઅતુ દ્વીપસમૂહમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 125 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. શનિવારે ચીનના તાબા હેઠળના તિબેટ વિસ્તારમાં માત્ર 5 કલાકના ગાળામાં ઉપરાઉપરી 3 વખત ભૂકંપ આવ્યો હતો, જેમાં રાત્રે 1:00 વાગ્યે 4.0, રાત્રે 2:00 વાગ્યે 4.6 અને વહેલી સવારે 5:30 વાગ્યે 4.5 ની તીવ્રતા નોંધાઈ હતી.
શનિવારે તિબેટમાં સર્જાયેલી ભૂકંપીય હિલચાલ સાથે જ અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. ભારતમાં રવિવારે બપોરે 12:51 વાગ્યે ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વાનુઅતુ અને જાપાન પેસિફિક 'રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં સ્થિત છે, જે ભૂકંપ અને જ્વાળામુખીની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી વધુ સક્રિય ઝોન ગણાય છે. અહીં જમીનની અંદર રહેલી ટેક્ટોનિક પ્લેટોની સતત હિલચાલ થતી રહે છે, જેના કારણે વારંવાર નાના-મોટા ભૂકંપ આવતા રહે છે. જોકે આ તમામ દેશોમાં આવેલા ભૂકંપમાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026