Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે ઓનલાઈન વોર

March 09, 2026

મુંબઇ : યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. હવે  બંને વચ્ચે ઓનલાઈન ઝઘડો થયો છે. ક્રિતીને મળેલા એક એવોર્ડની ટીકા કરતી પોસ્ટને યામીએ લાઈક કરી હતી. તે પછી યામીએ દાવો કર્યો હતો કે પોતે કોઈ ડર્ટી પીઆર ટ્રીકનો સહારો લેતી નથી. મેં મારી કારકિર્દી પર જ ફોક્સ કર્યું છે. આ રીતે તેણે ક્રિતી પર આડકતરી રીતે ડર્ટી પીઆર ગેમનો આરોપ મૂક્યાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે 'હક્ક' ફિલ્મમાં યામી ગૌતમની એક્ટિંગના વખાણ થયાં હતાં. જોકે, તે વખતે યામી સામે ક્રિતી સેનનને 'તેરે ઈશ્ક મેં'  ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. તે વખતે યામીએ તેની ટીકા કરી  હતી. હવે યામીનો એ વિડીયો વાયરલ થતાં તેણે આ પોસ્ટને લાઈક કરી હતી. તેના પરથી બંને વચ્ચે વિવાદ  વધ્યો છે. જોકે, યામીએ બાદમાં વાત વાળી લેવાની ચેષ્ટા કરતાં કહ્યું હતું કે પોતાનાથી ભૂલમાં લાઈક થઈ ગયું હોય તેવુું બની શકે છે.