કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
October 08, 2026
ટોરોન્ટો : કેનેડિયન કવયિત્રી અને લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે. સ્વીડિશ એકેડેમીએ 8 ઑક્ટોબરે આ જાહેરાત કરી. તેમના સાહસિક અને સંશોધનાત્મક કાર્ય, જે શાસ્ત્રીય પરંપરાઓ સાથે રમતિયાળ સંવાદ સાધીને સમકાલીન સાહિત્યને નવું સ્વરૂપ આપે છે, તે બદલ તેમને આ સન્માન મળ્યું છે. કાર્સનનો જન્મ 1950માં ટોરોન્ટોમાં થયો હતો અને તેમણે પ્રાચીન ગ્રીક સાહિત્યમાં પીએચડી કર્યું છે.
સાહિત્યની દુનિયામાં જ્યારે કોઈ સર્જક કવિતા, ગદ્ય અને ઇતિહાસની સીમાઓ ભૂંસી નાખે છે, ત્યારે એક નવી જ સાહિત્યિક પરંપરાનો જન્મ થાય છે. પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓને આધુનિક સમયના પ્રેમના રંગે રંગનાર કેનેડિયન કવિયત્રી અને લેખિકા ‘એન કાર્સન’ને સાહિત્યના સૌથી મોટા સન્માન, 2026ના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
8 ઑક્ટોબરના રોજ સ્વીડિશ એકેડેમીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એન કાર્સન(Anne Carson)ના નામની જાહેરાત કરી. સમિતિના જણાવ્યા અનુસાર, કાર્સનને આ પુરસ્કાર તેમના સાહસિક અને સંશોધનાત્મક કાર્ય માટે આપવામાં આવ્યો છે, જેણે શાસ્ત્રીય પરંપરાઓ સાથે રમતિયાળ સંવાદ સાધીને સમકાલીન સાહિત્ય માટે એક નવું સ્વરૂપ અને પરિમાણ ઊભું કર્યું છે.
એન કાર્સનનો જન્મ 1950માં કેનેડાના ટોરોન્ટો શહેરમાં થયો હતો.
કાર્સનને ક્યારેય પરંપરાગત સાહિત્યિક સીમાઓમાં બાંધવામાં રસ ન હતો. તેમના મતે કવિતા એક નિબંધ બની શકે છે અને પ્રાચીન દંતકથા સમકાલીન પ્રેમકથા બની શકે છે.
ઓટોબાયોગ્રાફી ઑફ રેડ (1998): આ પુસ્તક તેમની સૌથી મહાન અને જાણીતી કૃતિ માનવામાં આવે છે. આ એક શ્લોકબદ્ધ નવલકથા(Novel in Verse) છે. પ્રાચીન ગ્રીક પાત્ર 'ગેરિઓન' (લાલ પાંખોવાળો રાક્ષસ) અને 'હેરાકલ્સ'ની વાર્તા પર આધારિત આ પૌરાણિક કથાને કાર્સને કિશોરવયના એક સંવેદનશીલ છોકરાની તીવ્ર પ્રેમકથામાં અદ્ભુત રીતે પરિવર્તિત કરી છે. આ પુસ્તક દર્શાવે છે કે તેઓ પ્રાચીન સામગ્રીને કેવી રીતે આધુનિક બનાવી શકે છે.
ગ્લાસ, આયર્ન, એન્ડ ગોડ (1995): આ કવિતાઓનો સંગ્રહ છે. એમાં છપાયેલી એક લાંબી કવિતા ‘ધ ગ્લાસ એસેઝ’ (જે નિબંધના સ્વરૂપમાં લખાયેલી છે) વાચકો અને વિવેચકોને સૌથી વધુ ગમી છે.
અનુવાદ: તેમણે 'ઇલેક્ટ્રા' અને 'સેફો' ના ટુકડાઓનો અનુવાદ કરીને પોતાની શાસ્ત્રીય વિદ્વતાને સીધી જ પોતાના સર્જનાત્મક લેખનમાં ઉતારી છે.
નોબેલ સમિતિએ તેમના કાર્યની વિશેષ નોંધ લેતા કહ્યું છે કે, કાર્સનનું લગભગ તમામ સાહિત્યિક કાર્ય એક ભાષાશાસ્ત્રીના શબ્દો પ્રત્યેના જુસ્સા અને કવિના નવા અર્થો શોધવાના પ્રયાસના સંયોજન પર કેન્દ્રિત છે. તેઓ હંમેશા શબ્દોની વ્યુત્પત્તિ(Etymology)ને પોતાના કાર્યનું પ્રારંભિક બિંદુ માને છે. લેખિકા તરીકે તેઓ હંમેશા લેખનની નવી શક્યતાઓનો હળવાશથી અભ્યાસ કરે છે. તેઓ માત્ર સાહિત્ય પૂરતા સીમિત નથી રહ્યા. કલાકારો, કોરિયોગ્રાફરો તેમજ ઓપેરા અને થિયેટર દિગ્દર્શકો સાથેના તેમના સહયોગે સાબિત કર્યું છે કે તેઓ સાહિત્યિક નિયમો અને અપેક્ષાઓથી કેટલા સ્વતંત્ર છે. આ જ કારણ છે કે 1990ના દાયકાથી આંતરરાષ્ટ્રીય કલાત્મક અને સાહિત્યિક મંચ પર તેમના કાર્યને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
એન કાર્સનને મળેલો નોબેલ પુરસ્કાર એ માત્ર કવિતાને જ નહીં, પરંતુ એક એવી સાહિત્યિક વિચારધારાને મળેલી માન્યતા છે, જે દાયકાઓથી સાબિત કરી રહી છે કે જ્યારે સાહિત્ય વિવિધ શૈલીઓ વચ્ચેની દીવાલો તોડે છે ત્યારે સર્જન કેટલું અદ્ભુત બની શકે છે.
Related Articles
કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અકસ્માતમાં મોત
કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અક...
Oct 26, 2026
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવન...
Oct 21, 2026
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની...
Oct 14, 2026
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
Trending NEWS
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026