ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
October 08, 2026
અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પરના દાવાને કેન્દ્ર સરકારે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈલોન મસ્કે ભારતની સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસિસની નિયમનકારી પ્રણાલી પર પક્ષપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારે આ ટિપ્પણીઓને પાયાવિહોણી અને ગેરસમજથી ભરેલી ગણાવી છે.
સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દેશમાં 'અમુક અબજોપતિઓ' દ્વારા ઇરાદાપૂર્વક સ્ટારલિંકને બ્લોક કરવામાં આવી રહી છે, જેથી તેઓ દેશ પર પોતાની મોનોપોલી જાળવી શકે. આ આક્ષેપોના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશે તમામ ટેલિકોમ સેવાઓ માટે સમાન અને બિન-પક્ષપાતી અધિકૃતતા માળખું તૈયાર કર્યું છે.
સત્તાવાર નિવેદન અનુસાર, ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન (GMPCS) કંપનીઓને ટેલિકોમ લાઇસન્સ આપવામાં આવ્યા છે. તમામ લાયસન્સ ધારકો માટે સુરક્ષા શરતોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી વપરાશકર્તાઓ અને તેમના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. હાલમાં આ ત્રણેય લાયસન્સ ધારકો માટે સુરક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પેક્ટ્રમ ફાળવણી માટે આગળ વધી શકાશે. હાલમાં તમામ ત્રણ સંસ્થાઓ નિયમનકારી સ્તરે સમાન તબક્કે છે. આથી, ભારતનું નિયમનકારી માળખું અન્યાયી કે પક્ષપાતી છે તેવું સૂચન કરવું સંપૂર્ણપણે આધારહીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ સેવાઓ શરૂ કરવા માટે અંતિમ મંજૂરીઓની રાહ જોઈ રહેલી સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને લઈને આ વિવાદ સામે આવ્યો હતો.
Related Articles
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એ...
Oct 28, 2026
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈરાન વચ્ચેની સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈ...
Oct 27, 2026
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફરી ખૂલ્યું, હુતી વિદ્રોહીઓએ ફરી હુમલાની ચેતવણી આપી
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફર...
Oct 27, 2026
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026