Breaking News :
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી

સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે

October 27, 2026

સશસ્ત્ર દળોની યુદ્ધક્ષમતા અને તાકાતને વધુ મજબૂત કરવા માટે સોમવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 2.12 લાખ કરોડ રૂપિયાના હથિયારો અને સાધનોની ખરીદીને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ કુલ ખરીદીમાંથી 82 ટકા હથિયારો અને સાધનો સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ ખરીદવામાં આવશે.

આ મંજૂરી અંતર્ગત ભારતીય સેના માટે K9 વજ્ર-T આર્ટિલરી ગન, હાઈ-મોબિલિટી વાહનો, કામિકાઝે ડ્રોન અને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. જ્યારે નૌકાદળ માટે એક્ટિવ ઓફ-બોર્ડ ડિકોય સિસ્ટમની ખરીદીનો પણ આ પ્રસ્તાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, ભારતીય વાયુસેના અને આર્મી માટે લાઇટ મલ્ટિ-રોલ હેલિકોપ્ટર પણ ખરીદવામાં આવશે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે સર્ચ ઓપરેશન, બચાવકાર્ય અને સર્વેલન્સની કામગીરી માટે કરવામાં આવશે.

બીજી તરફ, દેશના સંરક્ષણ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. હવે સરકારે વર્ષ 2029-30 સુધીમાં સંરક્ષણ ઉત્પાદન વધારીને 3 લાખ કરોડ રૂપિયા અને નિકાસ 50,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.