પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
October 27, 2026
પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લામાં આવેલા આસનસોલની કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સોમવારે સાંજે ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL)ના બંકોલા વિસ્તારની કુમારડીહ ‘એ’ કોલિયરીમાં મજૂરોને લાવવા-લઈ જવા માટે વપરાતી લિફ્ટ બગડતાં 14 જેટલા શ્રમિકો જમીનથી 200 ફૂટ નીચે ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે ખાણમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
સ્થાનિક ભાષામાં 'ડોલી' તરીકે ઓળખાતી આ લિફ્ટનું દોરડું એન્જિન રૂમમાં લાગેલા ડ્રમમાં ગૂંચવાઈ જવાથી આખી સિસ્ટમ ખોટકાઈ ગઈ હતી. બીજી તરફ, ખાણમાં ફસાયેલા મજૂરોની સંખ્યાને લઈને અસમંજસ જોવા મળી રહી છે. શરૂઆતી અહેવાલોમાં 14 મજૂરો ફસાયા હોવાનો દાવો કરાયો હતો, જ્યારે ECLના એક અધિકારીના જણાવ્યા મુજબ 10 થી 12 મજૂરો ફસાયેલા છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
બચાવ કામગીરી દરમિયાન લિફ્ટના દોરડાને ડ્રમમાંથી મુક્ત કરવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ માટે ડ્રમને ઊંધી દિશામાં ફેરવવામાં આવી રહ્યું છે, જેથી દોરડું સુરક્ષિત રીતે છૂટું પડે અને લિફ્ટ ફરીથી ચાલુ કરી શકાય. ટ્રેડ યુનિયનના નેતા મિન્ટુ બેનર્જીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામી સુધારવામાં જેટલો સમય લાગશે તેના આધારે રેસ્ક્યુ ઓપરેશનનો સમય નક્કી થશે. તેમણે મજૂરોને બહાર કાઢવામાં વધુ બે થી ત્રણ કલાકનો સમય લાગવાની આશંકા વ્યક્ત કરી હતી.
દરમિયાન, જમીનથી 200 ફૂટ નીચે ફસાયેલા તમામ મજૂરો સુરક્ષિત છે અને તેમની સાથે સતત સંપર્ક જળવાઈ રહ્યો છે. ECLના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ખાણની અંદર તાજી હવાની કોઈ જ અછત નથી અને મજૂરો સતત સારો પ્રતિસાદ આપી રહ્યા છે. તંત્ર દ્વારા દોરડાની મદદથી નીચે ફસાયેલા શ્રમિકો સુધી પીવાનું પાણી, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય જીવનજરૂરી ખાદ્યપદાર્થો પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી બચાવ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ સ્વસ્થ રહી શકે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય: ભારત સહિત 4 દેશોના 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર
AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિ...
Oct 27, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026