રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
October 04, 2026
અમેરિકાનું શાંતિ વલણ અને ટ્રમ્પની ચેતવણી સામે ઝેલેન્સ્કીની સ્પષ્ટતા
યુક્રેન છોડો… નુકસાન થયું તો જવાબદારી અમારી નહીં રહે: રશિયા
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરો પર લક્ષિત જવાબી હુમલા સતત ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે. રશિયન વિદેશ મંત્રાલયે કિવમાં રહેતા તમામ વિદેશી નાગરિકો અને વિવિધ દેશોની એમ્બેસીના કર્મચારીઓને તાત્કાલિક શહેર છોડી દેવા માટે કડક ચેતવણી આપી દીધી છે.
બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રશિયાની કાળી યોજના સામે યુક્રેન ઝૂકશે નહીં, પરંતુ રશિયાની આર્થિક તાકાત સમાન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા બમણા કરીને પુતિનના યુદ્ધ મશીનને જડબાતોડ જવાબ આપશે.
રશિયન વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે યુક્રેનિયન સેના દ્વારા રશિયન નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત 'આતંકવાદી હુમલા' કરવામાં આવી રહ્યા છે, જેના બદલા તરીકે રશિયન સૈન્ય કિવ અને અન્ય શહેરો પર સૈન્ય સુવિધાઓ પર હુમલા ચાલુ રાખશે.
રશિયન વિદેશ મંત્રાલયે ખુલ્લી ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, રશિયન વિદેશ મંત્રાલય ફરી એકવાર વિદેશી નાગરિકો, ખાસ કરીને રાજદ્વારી મિશનના સ્ટાફને યુક્રેનમાં રહેવા અથવા ત્યાં મુસાફરી કરવા સામે સાવચેત કરે છે. આ ચેતવણીને અવગણનારા લોકો માટે ઊભા થનારા કોઈપણ પ્રતિકૂળ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે.
રશિયાએ કિવના 30 લાખ નાગરિકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરવા માટે પ્રથમ વખત પૂર્વ અને પશ્ચિમ કિવને જોડતી ડિનિપ્રો નદી પરના બ્રિજને જેટ-સંચાલિત ડ્રોન વડે નિશાન બનાવ્યો છે.
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓના હાથમાં એવા દસ્તાવેજો આવ્યા છે જે પુતિનની નવી આક્રમક નીતિનો પર્દાફાશ કરે છે. પુતિને શિયાળા પહેલા કિવ અને અન્ય શહેરોમાંથી લોકોને હિજરત કરવા મજબૂર કરવા માટે શાળાઓ, હોસ્પિટલો, ડેટાસેન્ટર્સ, માર્ગો અને એનર્જી સિસ્ટમ્સ પર આડેધડ બોમ્બમારાની છૂટ આપી છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમે પણ જડબાતોડ જવાબ આપીશું. તેમણે અમારી ઉર્જા પર હુમલો કર્યો છે, તો અમારે તેમની ઉર્જા પર વળતો પ્રહાર કરવો જ પડશે. સૌથી પહેલાં ઓઇલ રિફાઇનરીઓ: જે રશિયાને આ યુદ્ધ લડવા માટે પૈસા આપે છે. પરંતુ અમે રશિયાની જેમ ક્યારેય કોઈપણ નાગરિક લક્ષ્યો પર હુમલો નહીં કરીએ. પુતિન એવી શરત રાખી રહ્યા છે કે શાંતિ મંત્રણા પહેલાં સમગ્ર ડોનબાસ પર રશિયાનો કંટ્રોલ હોવો જોઈએ. પરંતુ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનના કાઉન્ટર-ઓફેન્સિવ કોડનેમ 'ઓપરેશન વિવાલ્ડી' હેઠળ યુક્રેને પૂર્વીય ડોનબાસમાં આશરે 140 ચોરસ કિલોમીટર વિસ્તાર રશિયા પાસેથી પાછો આંચકી લીધો છે અને આ લડાઈ હજુ ચાલુ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન 4 વર્ષ જૂના આ લોહિયાળ યુદ્ધને સમાપ્ત કરવા વાટાઘાટો પુનર્જીવિત કરવા મથી રહ્યું છે. ગયા મહિને ટ્રમ્પે યુક્રેનને રશિયન ઓઇલ પ્લાન્ટ્સ પર હુમલા ન કરવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી વૈશ્વિક સ્તરે ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે.
Related Articles
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભા...
Oct 22, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026