ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
March 10, 2026
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. 10મી માર્ચે સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટું ગાબડું પાડ્યું છે.
રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં 10મી માર્ચે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 8,000 રૂપિયાનો જંગી વધારો થતા તે 2.75 લાખ રૂપિયા પર પહોંચી છે. MCX ફ્યુચર્સ માર્કેટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ 1.62 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
યુદ્ધના ભય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ જે આસમાને પહોંચ્યા હતા, તેમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10મી માર્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 89 ડૉલર થયા છે. એશિયન ટ્રેડિંગની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 8.5 ટકા ઘટીને 92.50 ટકા પ્રતિ બેરલ થયા. જે નવમી માર્ચે તે 115 ડૉલર પર પહોંચી ગયા હતા. જ્યારે અમેરિકાના ક્રૂડ ઓઇલ (WTI) પણ લગભગ 9 ટકા ઘટીને 88.60 ડૉસક પ્રતિ બેરલ થયું છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જવાબદાર માનવામાં આવે છે. સોમવારે (નવમી માર્ચ) ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'વર્તમાન યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે.' તેમના આ નિવેદનથી વૈશ્વિક સપ્લાય ચેઈનને લઈને રહેલી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે.
ઉલ્લેખનીય કે, બજારમાં આજે રાહત જોવા મળી હોવા છતાં, નિષ્ણાતો માને છે કે સ્થિતિ હજુ સંપૂર્ણ થાળે પડી નથી. વર્તમાન ક્રૂડના ભાવ યુદ્ધ શરૂ થયા પહેલાની સરખામણીએ હજુ પણ 30 ટકા વધારે છે. જો યુદ્ધવિરામ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાઈ, તો બજારમાં ફરીથી વોલેટાલિટી જોવા મળી શકે છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026