ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
October 02, 2026
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ 2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 2 ઑક્ટોબર 2027થી થશે, જ્યારે ફાઈનલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આઈસીસીએ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કેપટાઉનમાં આ મેગા ઇવેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી.
2027 વનડે વર્લ્ડ કપમાં 10 ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. બંને દેશોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે, જે 7 ઑક્ટોબરે કેપટાઉનમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટકરાશે. 14 ઑક્ટોબરે સેન્ચુરિયનમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. 17 ઑક્ટોબરે ક્વોલિફાયર-Aથી આવેલી ટીમ સામે અને 24 ઑક્ટોબરે ઝિમ્બાબ્વે સામે ભારતની મેચ થશે.
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબીયાના 12 વેન્યુ પર 2027 વનડે વર્લ્ડ કપની કુલ 57 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાના 8, ઝિમ્બાબ્વેના 3 અને નામીબીયાના 1 વેન્યુ પર મેચો રમાડવામાં આવશે.
2 ગ્રૂપમાં વહેંચાયેલી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટેનો જંગ
2027 વર્લ્ડ કપનું ફોર્મેટ ખૂબ જ અલગ અને રસપ્રદ છે. શરૂઆતમાં જ બે ટીમો બહાર થઈ જશે. આ પછી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. આ 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.
ગ્રૂપ-A
અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A છે.
ગ્રૂપ-B
બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલૅન્ડ અને ક્વોલિફાયર-B છે.
અત્યાર સુધી ICC 2027 વનડે વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડીઝ તેમાં સામેલ નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ICCની વનડે રેન્કિંગના આધારે સીધું ક્વોલિફાય કર્યું છે. યજમાન દેશ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. નામીબીયા પણ સહ-યજમાન છે, પરંતુ ICCનું પૂર્ણ સભ્ય ન હોવાને કારણે તેને સીધી એન્ટ્રી મળી નથી. જ્યારે બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડ રમીને આવશે. વેસ્ટ ઈન્ડીઝ પણ ક્વોલિફાયર રાઉન્ડ રમશે.
2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની હાર
ભારતની યજમાનીમાં યોજાયેલા 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. અગાઉ 2003માં પણ સાઉથ આફ્રિકા ખાતે રમાયેલી ફાઇનલમાં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026