દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
October 02, 2026
ફ્લાયદુબઈ કોકપિટ ઘટના પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક્શન ઓર્ડર આપતા કહ્યું છે કે જે લોકો પણ આ ઘટના પાછળ છે, તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તપાસકર્તાઓનું માનવું છે કે ફ્લાયદુબઈ કોકપિટ ઘટનાના હુમલાખોરમાં ઈસ્લામિક કટ્ટરપંથની ભાવના આવી ગઈ હતી. તેનો ઈરાદો મુસાફરો સહિત વિમાનને ક્રેશ કરવાનો હતો.
જેમ-જેમ સમય વીતી રહ્યો છે, તેમ-તેમ ચિત્ર સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. યાનીવ અને તેના બહાદુર મિત્રોએ 11 સપ્ટેમ્બર જેવી મોટી તબાહીને રોકી છે. હુમલાખોર ઈસ્લામિક કટ્ટરપંથથી પ્રભાવિત હતો. તે મુસાફરો સાથે વિમાનને ક્રેશ કરવા આવ્યો હતો. અમે હવે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે શું તેને મોકલવામાં આવ્યો હતો. જેણે પણ તેને મોકલ્યો છે, તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.
આ પહેલાં યુએઈના પ્રેસિડેન્ટ એડવાઈઝર અન્વર ગર્ગશે બુધવારે થયેલી આ દુર્ઘટનાના પ્રયાસને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારે આતંકવાદી જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેપ્ટન સ્મિત મછારની પ્રશંસા કરતા ગર્ગશે કહ્યું કે પાયલટે એક સંભવિત મોટી દુર્ઘટના રોકીને સાહસ અને જવાબદારીનો સાચો અર્થ બતાવ્યો છે. આ સિવાય તેમણે અટકળો અને કાવતરાની થીયરીઓથી બચવાની પણ સલાહ આપી હતી.
બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝે આ ઘટનાને જિહાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો. વળી, બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાના તુરંત બાદ કહ્યું હતું કે તપાસકર્તાઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે શું આ હુમલામાં ઈરાનનો કોઈ હાથ હતો. પરંતુ તેમણે એ પણ કહ્યું હતું કે અત્યારે કોઈ પણ તારણ પર પહોંચવું ખૂબ જ ઉતાવળિયું ગણાશે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026