અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
September 29, 2026
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં 25 હજારનો કોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કેજરીવાલ દ્વારા સિંગલ જજના આ ચુકાદા સામે રિવ્યૂ અરજી પણ કરવામાં આવી હતી. જેને સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેને આજે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અપીલને ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, CIC દ્વારા વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરાયો હતો. જેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટ ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા.
અગાઉ 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. CIC(સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન)એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી.
સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, શું માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય? યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. PM એક સંવિધાનિક પોસ્ટ પર છે. તેઓની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો હોય નહીં.
જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવામાં અરજીઓ આવે તો આવી અરજીઓથી સંસ્થાઓ ઉભરાઈ જાય. અરવિંદ કેજરીવાલ કહે છે કે, તેઓએ કોઈ ડિગ્રી માગી નથી. પરંતુ, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને PM ની ડિગ્રીમાં રસ ના હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં.
કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી. જેથી યુનિવર્સિટીએ બંને સામે ડિફેમેશનની ક્રિમીનલ ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરી છે. RTI એક્ટમાં કેટલીક બાબતોની મુક્તિ આપવામાં આવી છે, જેમાં સેક્શન 8માં જોગવાઈઓ કરેલી છે. શું આ માહિતીમાં લોકોનું વ્યાપક હિત રહેલું છે? યુનિવર્સિટી પાસે વિધાર્થીઓની માહિતી તે ખાનગી માહિતી છે, તે સંદર્ભના ચુકાદાઓ પણ છે. પ્રાઈવસીનો સ્કોપ આજે બહુ મોટો છે.
આ યુનિવર્સિટી અને વિધાર્થીઓ વચ્ચે આંતર વિશ્વાસનો સંબંધ છે. હા, કોઈ પોસ્ટ ઉપર લાયકાતનો પ્રશ્ન હોય કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રીની જરૂર હોય, તેની ઉપર શંકા હોય તો તેને જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફકત જિજ્ઞાસા વૃતિ હેઠળ માહિતી માંગી શકાય નહીં.
Related Articles
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026