જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
October 02, 2026
બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર મુલાકાત, ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે બૂથ લેવલ કેમ્પ્સનું આયોજન
દિલ્હી - ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEOs) એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જે રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અથવા ચાલી રહી છે, ત્યાંના અધિકારીઓને પૂર્વ-એસઆઈઆર મતદાર યાદીઓની વર્તમાન યાદી સાથે સરખામણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જે યોગ્ય મતદારોના નામ યાદીમાંથી છૂટી ગયા છે, તેમને આગામી એક મહિનાની અંદર ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવે.
આ અભિયાન હેઠળ તમામ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) એવા મતદારોની યાદી તૈયાર કરશે જેના નામ યાદીમાંથી રહી ગયા છે. આ યાદી તૈયાર કર્યા બાદ બીએલઓ ઘર-ઘર જઈને સંબંધિત નાગરિકોની વર્તમાન સ્થિતિની ચકાસણી કરશે. જો સંબંધિત વ્યક્તિ મતદાર બનવા માટે પાત્ર જણાશે, તો ફોર્મ 6 ભરાવીને તેમનું નામ મતદાર યાદીમાં જોડવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
ચૂંટણી પંચના પત્ર અનુસાર, BLOs દર અઠવાડિયે ઓછામાં ઓછા 20થી 25 મતદારોના ઘરોને આવરી લેશે, જેથી આ સમગ્ર પ્રક્રિયા એક મહિનાની અંદર સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. આ સાથે જ નાગરિકો સરળતાથી અરજી કરી શકે તે માટે બૂથ લેવલ કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, નાઈટ શેલ્ટર, મજૂર વસાહતો તેમજ બેઘર અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે પણ વિશેષ શિબિરો યોજવામાં આવશે જેથી કોઈ પાત્ર મતદાર વંચિત ન રહે.
ઉલ્લેખનીય છે કે જે રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી આશરે 13.3 કરોડ નામો કમી (Deletion) કરવામાં આવ્યા છે. 26 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે વિશેષ અભિયાનની પહેલેથી જ જાહેરાત કરી દીધી છે. પંચના જણાવ્યા મુજબ મતદાર નોંધણી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જે વ્યક્તિનું નામ યાદીમાં નથી કે કમી થઈ ગયું છે તે ગમે ત્યારે અરજી કરી શકે છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આવા યોગ્ય મતદારોને શોધીને તેમને યાદીમાં જોડવાનો છે.
Related Articles
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026