સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
September 30, 2026
આણંદ અને નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈ દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ઓવરટેકિંગ લેનમાં એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 7 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
દુર્ઘટના બની ત્યારે વહેલી સવારનો સમય હોવાથી બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક થયેલી ભીષણ ટક્કરથી લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ચારેતરફ ચીસાચીસ તેમજ અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સુરતના રહેવાસી ધનેશ જાદવે જણાવ્યું હતું કે, તેઓ બસમાં બેઠા હતા ત્યારે અચાનક થયેલા મોટા ધડાકા બાદ બસમાં ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી.
એક મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે, તેમને રાત્રે સવા ત્રણ વાગ્યાની આસપાસ ફોન પર અકસ્માત અને તેમાં તેમના બનેવીના અવસાનની જાણ થતાં તેઓ તાત્કાલિક સુરતથી આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. તમામ 7 મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે, જ્યારે 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ ગંભીર દુર્ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે, પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરીને ટ્રાફિક ફરીથી પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના અંગે વિધિવત ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026