કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે
March 10, 2026
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની આગાહી પણ જાહેજ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે (10મી માર્ચ) ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 11મી માર્ચના રોજ યલો ઍલર્ટ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં યલો ઍલર્ટની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 7 ડિગ્રીથી વધુ છે. આ સાથે જ 10થી 13 માર્ચ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, '10મી અને 11મી માર્ચના રોજ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર હિટવેવની સ્થિતિ રહેશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનની આ સ્થિતિ યથાવત્ રહેશે અને કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે.'
Related Articles
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026