Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી

March 09, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી ફાસ્ટેસ્ટ 51 રન ફટકાર્યા છે. આ સાથે તેણે 18 બોલમાં ફિફ્ટી ફટકારનારા ગ્લેન મેક્સવેલ, કે.એલ.રાહુલ અને શોએબ મલ્લિકના રેકોર્ડની બરાબરી કરી છે. હાલ અભિષેક 21 બોલમાં 52 રન ફટકારી આઉટ થયો છે. અભિષેક રચિન રવિન્દ્રની બોલિંગમાં ટિમ સેઈફેર્ટના હાથે કેચ આઉટ થયો છે.ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ભારતનો યુવરાજ સિંહ હજુ પણ મોખરે છે. યુવરાજ સિંહે 19 સપ્ટેમ્બર 2007ના રોજ ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારીને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડ્સના એસ.જે. માયબર્ગે 21 માર્ચ 2014ના રોજ આયર્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસે 25 ઓક્ટોબર 2022ના રોજ શ્રીલંકા સામે 17-17 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. આ યાદીમાં ગ્લેન મેક્સવેલે પાકિસ્તાન સામે, કે.એલ. રાહુલે સ્કોટલેન્ડ સામે અને શોએબ મલિકે પણ સ્કોટલેન્ડ સામે 18-18 બોલમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.