Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી

March 09, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત બાદ મેદાન પર ઉત્સાહ અને જશ્નનો માહોલ હતો, પરંતુ આ દરમિયાન એક એવી ભાવુક ક્ષણ જોવા મળી જેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ જીતની ખુશીમાં ભાવુક થઈ ગયા હતા અને તેમણે પિચની માટીને સ્પર્શીને તેને પોતાના માથે લગાવી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે આખી ટીમ મેદાન પર દોડી આવી અને જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે સૂર્યકુમાર યાદવ થોડીવાર માટે શાંત થઈ ગયા હતા. તેઓ જે પિચ પર રમીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું, તે પિચ પાસે ગયા, નીચે નમીને માટીને સ્પર્શ કર્યો અને અત્યંત આદર સાથે તેને પોતાના માથા પર લગાવી. સૂર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને 'ક્રિકેટ પ્રત્યેનું અસલી સમર્પણ' ગણાવી રહ્યા છે.