સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
March 09, 2026
ભારતના વિસ્ફોટક બેટર સંજૂ સેમસને ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં શાનદાર બેટિંગ કરતા ઈતિહાસ રચી દીધો છે. સેમસને આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારીને વિરાટ કોહલી અને પાકિસ્તાની બેટર શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજોના ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સેમસને આ મેચમાં અડધી સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક જ એડિશનની સેમીફાઈનલ અને ફાઈનલ એમ બંને મહત્વની મેચોમાં 50 કે તેથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં સંજૂ સેમસને સ્થાન મેળવ્યું છે. આ અગાઉ વર્ષ 2009માં શાહિદ આફ્રિદી અને વર્ષ 2014માં વિરાટ કોહલીએ આ કારનામું કર્યું હતું. હવે 2026માં સેમસને આ સિદ્ધિ મેળવીને દિગ્ગજોની ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સંજૂ સેમસને માત્ર સેમીફાઈનલ અને ફાઈનલ જ નહીં, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આમ, વર્લ્ડકપમાં સતત ત્રણ મેચમાં 50 પ્લસ સ્કોર કરનાર બેટર્સની યાદીમાં તે સામેલ થયો છે. આ યાદીમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને (2010), વિરાટ કોહલી (2016-2021), બાબર આઝમ (2021) અને કેએલ રાહુલ (2021) જેવા ખેલાડીઓ અગાઉ સ્થાન મેળવી ચૂક્યા છે. વર્ષ 2026ના આ ટી20 વર્લ્ડકપમાં માત્ર સંજૂ સેમસન જ નહીં, પરંતુ અન્ય બે વિદેશી ખેલાડીઓએ પણ સતત ત્રણ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાના બેટર કુસલ મેન્ડિસ અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન પણ આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચમાં 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે.
Related Articles
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
Trending NEWS
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂ...
30 September, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્ય...
30 September, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ...
30 September, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને...
30 September, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્...
30 September, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસા...
29 September, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની...
29 September, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડ...
29 September, 2026
હું ફક્ત આંકડા માટે નથી રમતો : વિરાટ કોહલી
29 September, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબ...
29 September, 2026