દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
October 21, 2026
દિવાળીના તહેવાર પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' કેટેગરીમાં પહોંચી જતાં વહીવટીતંત્ર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP-1ના નિયંત્રણો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 201થી 300ની વચ્ચે પહોંચે ત્યારે આ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે. બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો AQI 233 નોંધાયો હતો, જેના કારણે વાતાવરણ ધૂંધળું બનવાની સાથે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીઝલ જનરેટર ચલાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ તેના ઉપયોગની છૂટ મળશે. ધૂળની માત્રા ઘટાડવા માટે રસ્તાઓની નિયમિત સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર ધૂળ ન ઊડે તે માટે ખાસ મોનિટરિંગ વધારી દેવાયું છે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ ઋતુના સરેરાશ તાપમાન કરતાં ઓછું છે. સફદરજંગમાં લઘુત્તમ પારો 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો, જ્યારે પાલમ વિસ્તારમાં તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ઓછું છે. લોધી રોડ પર 17.7 ડિગ્રી, રિજ વિસ્તારમાં 19.1 ડિગ્રી અને આયાનગરમાં 17.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના માપદંડ મુજબ, 0 થી 50 વચ્ચેનો AQI 'સારો' ગણવામાં આવે છે. 51 થી 100 વચ્ચે હોય તો 'સંતોષકારક', 101 થી 200 સુધી 'મધ્યમ' અને 201 થી 300 વચ્ચેનો સ્કોર 'ખરાબ' શ્રેણીમાં મુકાય છે. જો ઈન્ડેક્સ 301 થી 400 પર પહોંચે તો 'ખૂબ ખરાબ' અને 401 થી 500 વચ્ચે પહોંચે ત્યારે સ્થિતિ 'ગંભીર' માનવામાં આવે છે. હાલ દિલ્હીમાં આંકડો 233 પર પહોંચી ગયો હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.
Related Articles
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ...
Oct 21, 2026
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન...
Oct 20, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026