જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં આયાતમાં 40.48% ઘટાડો નોંધાયો
February 18, 2026
નવી દિલ્હી: યુએસ રશિયા સાથે વેપાર કરતા દેશો પર સતત દબાણ વધારી રહ્યું છે, રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ યુએસએ ભારત 25 ટકા વધારાના ટેરીફ પણ ઝીંક્યો હતો. એવામાં અહેવાલ છે કે યુએસનો આ દાવ સફળ થઇ રહ્યો છે. આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં આયાતમાં 40.48% ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ જાન્યુઆરી 2025 માં ભારતે રશિયા પાસેથી $4.81 બિલિયનના માલસામાનની આયાત કરી હતી, જે જાન્યુઆરી 2026માં $2.86 બિલિયન થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 40.48% ઘટાડો દર્શાવે છે.
ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ખરીદીમાં ભારે ઘટાડો કર્યો હોવાથી આ કુલ આયાતમાં મોટો ઘટડો નોંધાયો છે. નોંધનીય છે કે ભારત રશિયા પસેથી જેટલી આયાત કરે છે, તેમાં પેટ્રોલિયમ ક્રૂડનો હિસ્સો લગભગ 80% હોય છે. ક્રૂડ ઉપરાંત ભારત રશિયાથી કોલસો, કોક, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ, કઠોળ, મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોની આયાત કરે છે.ભારત સરકારે સોમવારે જાન્યુઆરી 2026નો ટ્રેડ ડેટા જાહેર કર્યો હતો, પરંતુ હજુ સુધી પ્રોડક્ટ મુજબ માહિતી જાહેર કરવામાં આવી નથી.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026