ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
September 30, 2026
અમેરિકાની સિલિકોન વેલીમાં ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટે સનસનાટી મચાવી દીધી છે. ટેક્નોલોજી અને એઆઈ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓમાં યૌન શોષણકર્તાઓની એક ગુપ્ત સ્પ્રેડશીટ ફરી રહી હોવાનો દાવો કરાયો છે. આ પ્રાઇવેટ ડોક્યુમેન્ટમાં ટેક જગતના 100થી વધુ મોટા રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત હસ્તીઓ પર યુવતીઓને ડ્રગ્સ આપીને બળાત્કાર તેમજ યૌન ઉત્પીડન કરવાના ગંભીર આરોપો લાગ્યા છે.
કારકિર્દી બરબાદ થવાના ડરથી પીડિત મહિલાઓ પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળી રહી છે. આથી નવી આવતી યુવતીઓને આવા શંકાસ્પદ લોકોથી સુરક્ષિત રાખવા અને સાવચેત કરવા મહિલાઓ એક ગુપ્ત 'વિસ્પર નેટવર્ક' ચલાવી રહી છે. આ નેટવર્ક સાથે જોડાયેલી 20 વર્ષીય એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, મોટી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં જોવા મળતા અનેક જાણીતા દિગ્ગજોના નામ આ લિસ્ટમાં સામેલ છે.
એક પીડિતાએ પોતાનો ડર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો તે કાનૂની લડાઈ લડે અને તેમાં હારી જાય, તો શહેરના તમામ મોટા રોકાણકારો તેને બ્લેકલિસ્ટ કરી દેશે. રિપોર્ટ અનુસાર, યૌન શોષણની મોટાભાગની ઘટનાઓ 'હેકર હાઉસ'માં બની છે. આ એવી જગ્યાઓ છે જ્યાં યુવા સંસ્થાપકો, રોકાણકારો અને ટેક કર્મચારીઓ સાથે રહીને કામ કરે છે.
સિલિકોન વેલીના એક ઈનસાઈડરના જણાવ્યા મુજબ, આરોપીઓ સૌપ્રથમ મિત્રતા કેળવીને યુવતીઓનો વિશ્વાસ જીતે છે અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મ આચરે છે. ખાસ કરીને અમેરિકા અથવા સિલિકોન વેલીમાં નોકરી કરવા આવતી નવી યુવતીઓ અને યુવા કર્મચારીઓને ખૂબ જ સરળતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
Related Articles
દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટ હાઈજેક? પાયલટે મોકલ્યો ઈમરજન્સી સિગ્નલ, ફાઈટર જેટ્સ એલર્ટ!
દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટ હાઈજેક? પાયલટે...
Sep 30, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026