ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
September 30, 2026
દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હાઈજેકિંગની આશંકા પાછળનું સાચું અને ચોંકાવનારું કારણ હવે સામે આવ્યું છે. ધ જેરૂસલેમ પોસ્ટ તથા ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ અનુસાર આકાશમાં કોઈ આતંકી કે હાઈજેકર નહીં, પરંતુ ખુદ વિમાન ઉડાડી રહેલા બંને પાયલટ અંદરોઅંદર લડી પડ્યા હતા. કોકપિટમાં બંને પાયલટો વચ્ચે થયેલા આ હિંસક વિવાદના કારણે આખું પ્લેન રસ્તો ભટકી ગયું હતું અને તાત્કાલિક ધોરણે સાઉદી અરેબિયાની ધરતી પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
વિમાનમાં આશરે 180 જેટલા ઈઝરાયલી મુસાફરો સવાર હતા. આ ઘટનાના કારણે થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચી ગયો હતો અને ઈઝરાયલે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કટોકટી જાહેર કરવી પડી હતી.
અહેવાલો અનુસાર, ફ્લાઈટ જ્યારે હવામાં હતી ત્યારે અચાનક બંને પાયલટ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પાયલટ વચ્ચેના આ સંઘર્ષને કારણે વિમાન તેના નિર્ધારિત રૂટ પરથી ફંટાઈ ગયું હતું.
કોકપિટમાંથી અચાનક અસામાન્ય હલચલ અને ઈમરજન્સી સંકેત મળતાં જ એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વિમાનનું અપહરણ થઈ ગયું હોવાની આશંકા ફેલાઈ ગઈ હતી. આ અફરાતફરી વચ્ચે વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયા તરફ વાળીને સલામત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026