સાયલા-ચોટીલા હાઇવે પર ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ ખાડામાં પડી, 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર

January 27, 2026

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર વહેલી સવારે ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બસ ટાલકે કાબુ ગુમાવતા બસ પાસેના ખાડીમાં ખાબકી હતી અને આખી બસ આડી થઇ ગઇ હતી. ઘટનામાં 15થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રાવેલ્સની બસના ચાલકે સાયલા ચોટીલા પાઇવે પર હડાળા ગામના પાટીયા પાસે અચાનક સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા બસ રોડની બાજુના ખાડામાં ખાબકી હતી.

અક્સ્માતના સમયે બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી અને પંદરથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. સાયલા, ડોળીયા અને ચોટીલા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કર્યો છે અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.