સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની 'અરામકો' પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર
March 02, 2026
મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે, જ્યાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની 'રાસ તનુરા' રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઈનરી બંધ કરી દેવાતા દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 9.32%નો તોતિંગ વધારો થયો છે.
વિશ્વના 20% ઓઈલ સપ્લાયના માર્ગ સમાન હોર્મુઝની સામુદ્રધુનીમાં(Strait of Hormuz) શિપિંગ સેવાઓ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ 80 ડોલર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ જો લાંબો સમય ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ઉછાળો આવે તેવી ભીતિ છે.
શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરૂદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026