PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન
February 28, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્વકાંક્ષી યોજનાઓની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન સવારે અંદાજે 11:30 વાગ્યે રાજસ્થાનના અજમેર પહોંચશે, જ્યાં તેઓ ₹16,680 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રવાસની સૌથી મહત્ત્વની કડી 14 વર્ષની કિશોરીઓ માટે 'હ્યુમન પેપિલોમાવાયરસ'(HPV) રસીકરણ અભિયાન છે. આ રસી મહિલાઓમાં થતા સર્વાઈકલ કેન્સરને રોકવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ ઉપરાંત, પીએમ મોદી રાજ્યના 21,800થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરશે.
બપોરે અંદાજે 3:45 વાગ્યે વડાપ્રધાન ગુજરાતના સાણંદ ખાતે પહોંચશે. અહીં તેઓ 'માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ'ના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ(ATMP) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ₹22,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ પણ શરૂ થઈ ગયું છે.
Related Articles
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026