આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં બપોરે 3:20થી સાંજે 6:46 સુધી ગ્રહણ, ગુજરાતમાં અંશતઃ જ દેખાશે
March 03, 2026
3 માર્ચ એટલે કે આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર, આ ચંદ્રગ્રહણ બપોરે 3 વાગ્યાને 20 મિનિટે શરૂ થશે અને સાંજે 6 વાગ્યાને 46 મિનિટે પૂર્ણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું સૂતક કાળ પણ માન્ય રહેશે. આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં લાગશે.
ચંદ્રગ્રહણ ગુજરાતમાં સાંજે 6:36 એ અંશતઃ જ દેખાશે
સમગ્ર વિશ્વમાં 558 કરોડ એટલે કે 68.76 ટકા વસ્તી આ ગ્રહણ વધતા ઓછા અંશે જોઈ શકશે પરંતુ, તેમાં ગ્રહણનો સંપૂર્ણ તબક્કા તો માત્ર 250 કરોડ લોકો જ જોઈ શકશે. ગ્રહણની શરૂઆત આજે બપોરે 2:14 વાગ્યે પણ અંશતઃ ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગ્યે થશે. સાંજે 4:34 એ પૂર્ણ ગ્રહણ શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યે તે પૂર્ણ કક્ષાએ પહોંચશે. દરેક દેશના દરેક રાજ્યો-શહેરમાં તે અલગ અલગ સમયે અંશતઃ કે પૂર્ણ (ખગ્રાસ કે ખંડગ્રાસ) જોવા મળશે. ગુજરાતમાં તે સાંજે 6:36 વાગ્યે અંશતઃ જ દેખાશે. પરંતુ, દેશમાં તમામ સ્થળે ગ્રહણ પૂર્ણ થવાનો સમય સમાન સાંજે 7:53 વાગ્યાનો છે.
જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી જાય છે, ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે અને ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'બ્લડ મૂન' કહેવામાં આવે છે. આજે સાંજે 4:34 થી સાંજે 5:33 સુધી ચંદ્રનો મોટો ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો રહેશે, આ સમયે બ્લડ મૂનનો નજારો જોવા મળશે.
ચંદ્રગ્રહણનો મોક્ષ કાળ કેટલા વાગ્યે છે?
જ્યોતિષવિદોના જણાવ્યા અનુસાર, આ ગ્રહણનો મોક્ષ કાળ સાંજે 7 વાગ્યાને 53 મિનિટ સુધી છે, જ્યારે ચંદ્ર પૂર્ણપણે પડછાયામાંથી બહાર આવશે. જોકે, સામાન્ય લોકો માટે સાંજે 6:46 વાગ્યે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને ઘરની શુદ્ધિ કરી લેવી સલાહભર્યું છે.
આ 2 રાશિઓ માટે મુશ્કેલ ચંદ્રગ્રહણ
ગ્રહણ સિંહ રાશિમાં લાગી રહ્યું છે, પરંતુ તેની સીધી અસર સામેની 180 ડિગ્રી પર રહેલી કુંભ રાશિ પર પણ પડશે. તેથી સિંહ અને કુંભ રાશિના જાતકોએ સાવધાની રાખવી, મોટા નિર્ણયો કે ડીલ ટાળવી અને વાદ-વિવાદ કે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું.
ચંદ્રગ્રહણની કુલ અવધિ કેટલી છે?
ભારતીય સમય મુજબ, ગ્રહણ બપોરે 3:20 એ શરૂ થઈ સાંજે 6:46 એ સમાપ્ત થશે. આમ, આ ચંદ્રગ્રહણની કુલ અવધિ અંદાજે 3 કલાક અને 26 મિનિટની રહેશે.
ચંદ્રગ્રહણનો સમય
ચંદ્રગ્રહણ આરંભ: બપોરે 3 વાગ્યાને 20 મિનિટે
ચંદ્રગ્રહણ સમાપ્ત: સાંજે 6 વાગ્યાને 46 મિનિટે
પૂર્ણ ચંદ્રગ્રહણ (ટોટેલિટી): સાંજે 4:34 થી સાંજે 5:33 સુધી
સૂતક કાળ શરૂ: સવારે 6 વાગ્યાને 20 મિનિટે
સૂતક કાળ સમાપ્ત: સાંજે 6 વાગ્યાને 46 મિનિટે
ચંદ્રગ્રહણ વચ્ચે કેવી રીતે કરવી હોળીની તૈયારી?
સૂતક કાળ દરમિયાન હોળીની ખાણી-પીણીની તૈયારીઓ થઈ શકશે નહીં, કારણ કે ગ્રહણ કાળમાં રાંધેલું ભોજન અશુદ્ધ માનવામાં આવે છે. સાંજે 6:46 વાગ્યે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન અને ગંગાજળથી ઘર શુદ્ધ કરીને જ ગુજિયા, પકોડા કે અન્ય વાનગીઓ બનાવવી જોઈએ.
ચંદ્રગ્રહણની હોળી પર કેટલી અસર?
જે લોકો 2 માર્ચે હોલિકા દહન નથી કરી શક્યા, તેઓ આજે 3 માર્ચે ગ્રહણ સમાપ્ત થયા પછી (સાંજે 6:46 બાદ) હોલિકા દહન કરી શકે છે. આ સમયે ભદ્રાનો સાયો પણ નહીં હોય. ત્યારબાદ 4 માર્ચે નિઃસંકોચ રંગોવાળી હોળી રમી શકાશે.
દેશ-દુનિયા પર ચંદ્રગ્રહણની અસર
આ ગ્રહણમાં મંગળ, રાહુ અને કેતુનો સંબંધ બની રહ્યો હોવાથી તે યુદ્ધ કે મોટી તબાહીના સંકેત આપે છે. સત્તા પરિવર્તન અથવા મોટા પદો ગુમાવવાના અને વિવાદો વધવાના યોગ દેખાઈ રહ્યા છે.
અગ્નિની રાશિમાં ચંદ્ર-કેતુનું ગ્રહણ
સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. તેમાં ચંદ્ર-કેતુની જોડી અને મંગળ-રાહુનો પ્રભાવ દેશ-દુનિયામાં ઉપદ્રવ વધવાના સંકેતો આપી રહ્યા છે.
ભારતમાં ક્યાં દેખાશે ગ્રહણ?
પૂર્ણ ચંદ્રગ્રહણ: અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, મણિપુર, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ જોવા મળશે.
ખંડગ્રાસ ચંદ્રગ્રહણ: દિલ્હી-NCR, બિહાર, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત બાકીના ભારતમાં ખંડગ્રાસ સ્વરૂપે દેખાશે.
સાવચેતીના સૂચનો
સૂતકથી ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. દરિયા કિનારે કે અગ્નિથી દૂર રહેવું અને જોખમી કાર્યો ટાળવા.
સૂતકમાં આ 4 લોકોને છૂટ
સામાન્ય રીતે સૂતક 9 કલાક પહેલા લાગે છે, પરંતુ સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો (10 વર્ષથી નાના) અને દર્દીઓ માટે આમાં છૂટ છે. તેઓ ભોજન કરી શકે છે અને દવા લઈ શકે છે. આ લોકો માટે સૂતક ગ્રહણ પૂર્ણ થવાના સાડા ત્રણ કલાક પહેલા શરૂ થાય છે.
Related Articles
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા, થરૂરે પણ આપ્યો વળતો જવાબ
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્...
Jun 21, 2026
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65...
Jun 21, 2026
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026