ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી ઃ UAE
March 01, 2026
પાડોશી દેશો પર હુમલા કરી ઈરાન વધુ ફસાયું
આરબ અમીરાત : હાલ અમેરિકા-ઈઝરાયલ ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળી ઈરાન પર હુમલાઓ કરી રહ્યા છે, જેમાં ખામાનેઈના નિવાસસ્થાન સહિત અનેક મહત્ત્વના સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ખામેનેઈનું મોત થયું છે અને ઈરાનિયોને પોતાનો દેશ પરત લેવાનું આહવાહન કર્યું છે. ઈરાને પણ તેમના મોતની પુષ્ટી કરીને 40 દિવસનો શોક જાહેર કર્યો છે.
બીજીતરફ ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે અને ફારસની ખાડીમાં બહેરીન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આજે રવિવારે પણ દુબઈ, દોહા અને મનામામાં વિસ્ફોટાનો અવાજો સંભળાયા હતા. હાલ દુબઈ એરપોર્ટ બંધ કરાયું છે અને પામ જુમેરાહ તથા બુર્જ અલ જેવા મહત્ત્વનો સ્થળોને નુકસાન થયું છે. યુએઈના અનેક સ્થળો પર મિસાઈલ હુમલો થયા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ઈરાનની ટીકા કરી.
યુએઈના રાષ્ટ્રપતિએ ઈરાનને સમજદારીથી કામ લેવા કહ્યું છે, કારણ કે યુએઈ જેવા પડોશી દેશો યુદ્ધમાં સામેલ નથી. રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અનવર ગરગાશે ઈરાનને ચેતવણી આપી છે કે, તેમણે ખોટા સ્થલો પર હુમલા કર્યા છે, જેના કારણે તેમની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
ગરગાશે ચેતવણી આપી છે કે, ઈરાન પોતાના પડોશી દેશોને નિશાન ન બનાવે અને ઈસ્લામી ગણરાજ્ય સાથે સમજદારીથી કામ લે. ઈરાને ખાળી દેશો પર હુમલા કર્યા છે, જે તદ્દન ખોટા અનુમાન છે. આ હુમલાના કારણે ઈરાન નબળી સ્થિતિ પર આવી ગયું છે અને હવે તે પડોશીઓથી નોખો પડી ગયો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઈરાન, તમારુ યુદ્ધ પડોશી દેશો સાથે નથી. સ્થિતિ વધુ વણસે તે પહેલા તર્ક પર ધ્યાન આપો અને તમે પડોશી દેશો સાથે તર્કસંગત તથા જવાબદારીપૂર્ક વ્યવહાર કરો.
Related Articles
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહેરીન પર ભયંકર ડ્રોન એટેક
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહ...
Jun 27, 2026
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિ...
Jun 27, 2026
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયા...
Jun 26, 2026
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્...
Jun 26, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026