કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું

January 24, 2026

દેવોસ (સ્વિત્ઝર્લેન્ડ) : અમેરિકા અને કેનેડા વચ્ચે પૂરેપૂરી જામી પડી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે અહીં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમયે વિવાદ ઉભો થતાં બોર્ડ ઓફ પીસમાં જોડાવા આપવામાં આવેલું આમંત્રણ પાછું ખેંચવામાં આવ્યું છે.

ટ્રમ્પે આ વિધાનો એવે સમયે કર્યા હતાં કે જ્યારે માર્ક કાર્ની સાથે તેમની ચર્ચા ચાલી રહી હતી. વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)ની બેઠક સમયે બન્ને નેતાઓ વચ્ચે જીભા-જોડી થઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું હતું કે કેનેડા અમેરિકાને લીધે જીવે છે, તો તેના વળતા જવાબમાં કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું હતું કે કેનેડા કેનેડીયન્સને લીધે જીવે છે. બીજાને લીધે નહીં. આથી ખીજવાયેલા ટ્રમ્પે મૂળ ગાઝાપટ્ટીમાં શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપવામાં આવેલ બોર્ડ ઓફ પીસમાંથી દૂર કર્યું છે.

૨૧ સભ્યોનાં બનેલા આ બોર્ડ ઓફ પીસ ગાઝાપટ્ટીમાં સુવ્યવસ્થા સ્થાપવા, ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં પણ ચાલી રહેલા સંઘર્ષોમાં શાંતિ વ્યવસ્થા સ્થાપવા આવ્યું છે જેમાં પાકિસ્તાન પણ સભ્ય પદે છે અને કેનેડા જેવાને દૂર કરવામાં આવ્યા છે. વિધિની આથી વધુ વક્રતા શી હોઈ શકે  તેમ નિરીક્ષકોનું કહેવું છે.