ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં 'ભાગીદાર'
March 08, 2026
ન્યુ યોર્ક : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશો 'ગ્લોબલ સાઉથ' ના મહત્ત્વના સભ્યો છે અને તેમની વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે. વાંગ યીના મતે, બંને દેશો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ એશિયાના પુનરુત્થાન માટે અત્યંત જરૂરી છે, જ્યારે ટકરાવથી નુકસાન જ થશે.
વાંગ યી એ યાદ અપાવ્યું કે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતે સંબંધોને નવી દિશા આપી છે. તેમણે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને વિવિધ સ્તરે સંવાદ પણ વધ્યો છે. ચીની વિદેશ મંત્રીના મતે હવે બંને દેશોના સંબંધો સામાન્ય પટરી પર પરત ફરી રહ્યા છે.
- સીમા પર શાંતિ અને ચાર મુખ્ય મુદ્દા
સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચીને ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા છે:
એકબીજાને ખતરો નહીં પણ 'અવસર' તરીકે જોવા.
સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી.
પરસ્પર વિશ્વાસ વધારીને એશિયાના વિકાસમાં સહયોગ આપવો.
વિકાસને જ સૌથી મોટો 'સામૂહિક પાયો' ગણીને વ્યવહારુ સહયોગ કરવો.
Related Articles
પુતિનનો સ્પેસ વોર પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ
પુતિનનો સ્પેસ વોર પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવ...
Apr 17, 2026
હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખોલવા ઈરાનનો મોટો નિર્ણય: ઓઈલ-ગેસમાં મળશે રાહત
હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખોલવા ઈર...
Apr 17, 2026
અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાની ગાયબ અને 5ના રહસ્યમય મોત
અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વ...
Apr 17, 2026
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ, ટ્રમ્પે કરી જાહેરાત
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિર...
Apr 16, 2026
ટ્રમ્પની ધમકીનો ઈરાનનો જવાબ : નાકાબંધી કરશો તો સસ્તા પેટ્રોલ માટે તરસી જશો
ટ્રમ્પની ધમકીનો ઈરાનનો જવાબ : નાકાબંધી ક...
Apr 15, 2026
હોર્મુઝમાંથી 20થી વધુ જહાજ પસાર, ઈરાનનો જળમાર્ગ બંધ થતા USનો ફરી મોટો દાવો
હોર્મુઝમાંથી 20થી વધુ જહાજ પસાર, ઈરાનનો...
Apr 15, 2026
Trending NEWS
16 April, 2026
16 April, 2026
16 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026