યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
March 09, 2026
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026