નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે
March 08, 2026
પટણા ઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે(8 માર્ચ) પાર્ટી કાર્યાલય ખાતે JDUમાં જોડાયા. પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. JDU એ નિશાંતના પ્રવેશ માટે એક નવું સૂત્ર રજૂ કર્યું: "યુવા સોચ.. મજબૂત સંકલ્પ". તેમનું સ્વાગત કરવા માટે રાજ્ય JDU કાર્યાલયમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પણ કાર્યાલયમાં હાજર હતા. મંત્રી વિજય કુમાર ચૌધરી પણ હાજર હતા. જોકે, નિશાંત કુમારના પિતા નીતિશ કુમાર હાજર નહોતા. JDUમાં જોડાયા બાદ નિશાંત કુમાર મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પિતા નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી.
પાર્ટીમાં જોડાયા બાદ નિશાંત કુમારે કહ્યું કે, 'હું બધાનો આભાર માનું છું. તમે મારા પર મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો હું પ્રયાસ કરીશ. હું, સમગ્ર બિહાર અને સમગ્ર દેશને મારા પિતાએ છેલ્લા 20 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર ગર્વ છે.'
બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટો ધડાકો થયો છે. જેડીયુ (JD-U)ના વરિષ્ઠ ધારાસભ્ય હરિનારાયણ સિંહે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર ટૂંક સમયમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. આ સાથે જ નિશાંત કુમાર આવતા મહિને વિધાન પરિષદ (MLC)ના સભ્ય તરીકે પણ ચૂંટાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026